Kidney Stone : શું બિયર પીવાથી કિડની સ્ટોન નીકળી જાય છે ? યુરોલોજિસ્ટે કિડની સ્ટોન વિશેના 5 મોટા ભ્રમ તોડ્યા !
આજકાલ કિડની સ્ટોનની સમસ્યા સામાન્ય બની ગઈ છે. મોટાભાગે લોકો માને છે કે બીયર પીવાથી તે દૂર થાય છે પરંતુ પુણેના એક યુરોલોજિસ્ટે આ માન્યતા વિશે સ્પષ્ટતા કરી છે અને કિડની સ્ટોન સાથે જોડાયેલા કેટલાક સામાન્ય ભ્રમો અંગે પણ ખુલાસો કર્યો છે.

પુણેના યુરોલોજિસ્ટ ડૉ. પરાગ ગુલહાણેએ જણાવ્યું કે કિડની સ્ટોનને લઈને લોકોમાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રચલિત છે. જેને લોકો સાચી માનીને અનુસરે છે. જોકે આમાંથી કેટલીક બાબતો શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કિડની સ્ટોન વિશેના એવા 5 મોટા ભ્રમ, જેને મોટાભાગના લોકો આજે પણ સાચા માને છે. (Image Source | iStock)

બિયર પીવાથી પથરી નીકળી જાય છે : ડૉક્ટર જણાવે છે કે અગાઉના સમયમાં પથરી માટે દવાઓ ઓછી ઉપલબ્ધ હતી. બિયરમાં આશરે 95% પાણી અને 5% આલ્કોહોલ હોય છે. તેથી લોકો માનતા હતા કે બિયર પીવાથી વધુ પેશાબ થાય અને પથરી બહાર નીકળી જાય છે. તેઓ કહે છે કે પહેલાં લોકો મર્યાદિત માત્રામાં બિયર પીતા હતા, પરંતુ હવે ઘણા લોકો એક જ દિવસે 4થી 5 કેન બિયર પી છે. તેનાથી લિવરને નુકસાન થઈ શકે છે. સાથે પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, બિયરથી કેટલીક સ્થિતિમાં પથરી બહાર નીકળી શકે છે. પરંતુ તેના આડઅસર પણ છે. જેને લોકો અવગણે છે. તેના બદલે જો તમે દરરોજ 3થી 4 લિટર સાદું પાણી પીશો તો પણ પથરી બહાર નીકળવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

ડેરી પ્રોડક્ટ્સ ખાઈ ન શકાય : ઘણા લોકો માને છે કે કિડની સ્ટોનની સમસ્યામાં દૂધ, દહીં અથવા પનીર જેવી વસ્તુઓ ખાવાથી શરીરને વધારે નુકસાન થઈ શકે છે. ડૉક્ટર કહે છે કે ડેરી પ્રોડક્ટ્સ કેલ્શિયમ અને વિટામિન Dનો સારો સ્ત્રોત હોય છે. એક ગ્લાસ દૂધમાં આશરે 300થી 400 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. જે શરીર માટે જરૂરી હોય છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ, પથરી હોય ત્યારે પણ તમે મર્યાદિત માત્રામાં દૂધ પી શકો છો. દિવસમાં એક ગ્લાસ દૂધ પીવું સામાન્ય રીતે યોગ્ય ગણાય છે. (Image Source | iStock)

પથરી માત્ર ઓપરેશનથી જ બહાર આવે છે : મોટાભાગે લોકોનું માનવું છે કે કિડની સ્ટોન દૂર કરવા માટે હંમેશા ઓપરેશન કરાવું પડી શકે છે. ડૉક્ટર આને ખોટી માન્યતા ગણાવે છે. તેઓ કહે છે કે 3, 4 અથવા 5 મિમી જેટલી નાની પથરી ઘણી વખત દવાઓની મદદથી પણ બહાર કાઢી શકાય છે. દરેક કેસમાં ઓપરેશન જરૂરી નથી. (Image Source | iStock)

3 મિમીની પથરી હોય તો હંમેશા દુખાવો થાય છે : કેટલાક દર્દીઓ કહે છે કે તેમની પથરી નાની છે છતાં સતત દુખાવો થાય છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ, કિડની સ્ટોનમાં દુખાવો ત્યારે જ થાય છે જ્યારે પથરી પેશાબની નળીમાં ફસાઈ જાય. દરેક કિડની સ્ટોનમાં દુખાવો થાય જ એવું જરૂરી નથી. (Image Source | iStock)

ગોલ બ્લેડરની પથરી અને કિડનીની પથરી એક જ હોય છે : ડૉક્ટર જણાવે છે કે ગોલ બ્લેડરની પથરી અને કિડનીની પથરી બંને સંપૂર્ણપણે અલગ-અલગ સમસ્યાઓ હોય છે. બંનેનો ઈલાજ અને નિષ્ણાત ડૉક્ટર પણ અલગ હોય છે. પિત્તાશયમાં પથરી હોય તો ઘણીવાર ગોલ બ્લેડરનું ઓપરેશન કરીને તેને દૂર કરવામાં આવે છે. જ્યારે કિડનીમાં પથરી હોય ત્યારે સામાન્ય રીતે માત્ર પથરી કાઢવામાં આવે છે.(Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. યોગ્ય નિષ્ણાતોની સલાહ લેવી. (Image Source | iStock)
આ પણ વાંચો, Uric Acid : યુરિક એસિડ નિયંત્રણમાં રાખવા માટે કયા ફળોનું સેવન કરવું જોઈએ ?
