Stock Market : મંગળવારનો દિવસ રોકાણકારો માટે એકદમ ખાસ, તમારા પોર્ટફોલિયોમાં આ શેર્સ છે કે નહી?
સોમવારના દિવસે કેટલાંક રોકાણકારો ખૂબ પૈસા કમાયા, જ્યારે કેટલાંક રોકાણકારોને નિરાશા હાથ લાગી. એવામાં ચાલો જાણીએ કે, મંગળવારના દિવસે કયા સ્ટોક્સ ખાસ એક્શનમાં જોવા મળશે...

સોમવારે 04 ઓગસ્ટના રોજ શેરબજાર બંધ થયા પછી ઘણી કંપનીઓ અંગે મોટા અપડેટ્સ બહાર આવ્યા છે. મંગળવારે એટલે કે 05 ઓગસ્ટના રોજ શેરબજાર ખુલતાની સાથે જ બધાની નજર આ કંપનીઓના શેર પર રહેશે.

DLF: કંપનીએ એક્સચેન્જને માહિતી આપી હતી કે, જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 16.5 ટકા વધીને રૂ. 762.6 કરોડ થયો છે, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં રૂ. 654.6 કરોડ હતો. આ ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક રૂ. 2716 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1423.2 કરોડ હતી. કંપનીની આવકમાં 90.8 ટકાનો વધારો છે તેમ કહી શકાય. સોમવારે, કંપનીનો શેર 2.37 ટકાના વધારા સાથે રૂ. 795.85 પર બંધ થયો.

સોના બીએલડબ્લ્યુ: કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 12.2 ટકા ઘટીને રૂ. 124.7 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 142 કરોડ હતો. કંપનીએ જણાવ્યું હતું કે, જૂન 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 4.2 ટકા ઘટીને રૂ. 854 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 893 કરોડ હતી. કંપનીનો શેર સોમવારે 1.25 ટકાના વધારા સાથે રૂ. 443.00 પર બંધ થયો હતો.

GPT ઇન્ફ્રા: કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 16.5 કરોડની સરખામણીમાં 81.7 ટકાનો ઉછાળો નોંધાવતા રૂ. 30 કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીની કુલ આવક પણ 29.3 ટકા વધીને રૂ. 312.6 કરોડ થઈ છે, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 241.7 કરોડ હતી.

ત્રિવેણી ટર્બાઇન: કંપનીએ સોમવારે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો જાહેર કર્યા. કંપનીનો નફો વાર્ષિક ધોરણે ઘટીને 67 કરોડ રૂપિયા થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 69.4 કરોડ રૂપિયા હતો. આ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક ઘટીને 345 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે 395 કરોડ રૂપિયા હતી. સોમવારે કંપનીનો શેર 1.13 ટકાના વધારા સાથે 594.50 રૂપિયા પર બંધ થયો.

Paytm : સૂત્રોએ મુજબ જાણવા મળ્યું છે કે, Paytm (One97 Communications) માં મંગળવારે બ્લોક ડીલ થઈ શકે છે, જેમાં વિદેશી રોકાણકાર તેનો સંપૂર્ણ હિસ્સો વેચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અલીબાબા ગ્રુપનું Antfiin (નેધરલેન્ડ) બ્લોક ડીલ દ્વારા આ કંપનીમાં તેનો કુલ હિસ્સો એટલે કે 5.84% ઇક્વિટી વેચશે. આ માટે, બ્લોક ડીલ પ્રતિ શેર રૂ. 1,020 પર નક્કી કરવામાં આવી છે, જે સોમવારના બંધ ભાવથી 5.5% ડિસ્કાઉન્ટ પર છે. કંપનીનો શેર સોમવારે 0.33 ટકાના વધારા સાથે રૂ. 1,079.90 પર બંધ થયો હતો.

ગોડફ્રે ફિલિપ્સ : કંપનીનો નફો 56 ટકા વધીને રૂ. 356. 3 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 228.5 કરોડ હતો. કંપનીની કુલ આવક પણ 36.6 ટકા વધીને રૂ. 1486 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 1088 કરોડ હતી. કંપનીના બોર્ડે 1 માટે 2 બોનસ શેર જારી કરવાની મંજૂરી આપી છે, જેના માટે રેકોર્ડ ડેટ 16 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, કંપનીના બોર્ડે 15 મે 2025 ના રોજ યોજાયેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર રૂ. 60 નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. ફાઇનલ ડિવિડન્ડ ચૂકવવાની રેકોર્ડ ડેટ શુક્રવાર 22 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે.

આઇનોક્સ ઇન્ડિયા: જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 16.1% વધીને રૂ. 61.1 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 52.6 કરોડ હતો. તે જ સમયે, કંપનીની આવક 14.6 ટકા વધીને રૂ. 339.6 કરોડ થઈ છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે રૂ. 296.4 કરોડ હતો.

સિમેન્સ એનર્જી : જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 80.1 ટકા વધીને રૂ. 263 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 146 કરોડ હતો. કંપનીની આવક પણ 20.3 ટકા વધીને રૂ. 1785 કરોડ થઈ છે, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 1484 કરોડ હતી.

કાન્સાઈ નેરોલેક: જૂન ક્વાર્ટરમાં, કંપનીનો નફો વાર્ષિક ધોરણે 4.2 ટકા ઘટીને રૂ. 220.9 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 230.8 કરોડ હતો. જો કે, કંપનીની આવકમાં 1.4 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે રૂ. 2162 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 2133 કરોડ હતો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
