AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારી નોકરીની લાલચ આપી રૂપિયા 11.20 લાખથી વધુની ઠગાઈ, મહીસાગરમાં 58 લોકો બન્યા છેતરપિંડીનો ભોગ, જુઓ Video

Breaking News : સરકારી નોકરીની લાલચ આપી રૂપિયા 11.20 લાખથી વધુની ઠગાઈ, મહીસાગરમાં 58 લોકો બન્યા છેતરપિંડીનો ભોગ, જુઓ Video

| Updated on: Nov 21, 2026 | 6:24 PM
Share

મહીસાગરના મોટા સોનેલા ગામમાં 58 લોકોને સરકારી સેવામાં નોકરી અપાવવાની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીએ 112 ઇમરજન્સી સેવા અને 181 મહિલા હેલ્પલાઇનમાં ભરતી કરાવવાનું કહી પૈસા પડાવ્યા હતા.

મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ગામમાં સરકારી નોકરી અપાવવાના બહાને 58 લોકો સાથે રૂ. 11.20 લાખથી વધુની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. એક ભેજાબાજ શખ્સે 53 પુરુષો અને 5 મહિલાઓને 112 ઇમરજન્સી સેવા અને 181 મહિલા હેલ્પલાઇનમાં નોકરી આપવાની લાલચ આપી હતી.

આરોપીએ પોતાનું બેંક ખાતું બંધ હોવાનું બહાનું કરીને લોકો પાસેથી અલગ-અલગ સ્કેનર અને મોબાઇલ નંબર પર નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, નોકરી ન મળતાં ભોગ બનનારાઓએ પૈસા પરત માંગતા આરોપીએ આપેલા એક્સિસ બેંકના બે ચેક પણ બાઉન્સ થયા હતા. અંતે, આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગ્રામજનોની માંગ છે કે આરોપી સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને તેમની મહેનતની કમાણી પરત મળે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી નોકરી મેળવવાની આશામાં લોકો સાથે થતી આવી છેતરપિંડી ઉમેદવારો માટે ચેતવણી સમાન છે.

શિયાળામાં એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ? જાણો તેના ચોંકાવનારા ફાયદા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">