આકાશમાં ઉડતા વિમાન પર વીજળી પડવા છતા કેમ નથી થતુ નુકસાન ? જાણો 

Image -Social Media 

20.11.2026

આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ઉડતાં વિમાનો પર પણ વીજળી પડે છે, પરંતુ તેમ છતાં મુસાફરોને સામાન્ય રીતે કોઈ નુકસાન થતું નથી.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસ અને ઉડ્ડયન નિષ્ણાતોના આંકડા મુજબ, એક કોમર્શિયલ પેસેન્જર વિમાન પર સરેરાશ વર્ષમાં 1થી 2 વખત વીજળી પડે છે.

મોટાભાગે વાદળોની વચ્ચેથી પસાર થતી વખતે અથવા વિમાન ટેકઓફ અને લેન્ડિંગ કરતું હોય ત્યારે વીજળી પડવાની શક્યતા રહે છે.

 વિમાનની ખાસ ડિઝાઇન તેને વીજળીથી બચાવવામાં મદદ કરે છે, કારણ કે તેની બોડી મુખ્યત્વે એલ્યુમિનિયમ અથવા ધાતુની જાળી ધરાવતી ખાસ મિશ્રિત સામગ્રીથી બનેલી હોય છે.

વિમાનની આ બોડી ફેરાડે કેજ (Faraday Cage) તરીકે કામ કરે છે, જેના કારણે વીજળીનો કરંટ કેબિનમાં પ્રવેશવાને બદલે બહારની સપાટી પર જ વહે છે.

વીજળી સામાન્ય રીતે વિમાનના આગળના ભાગ અથવા પાંખના છેડા સાથે અથડાય છે અને પછી તેની બાહ્ય સપાટી પરથી પસાર થાય છે.

ત્યારબાદ વિમાનની પૂંછડી અથવા પાંખો પર લગાવેલા ખાસ ઉપકરણો, જેને સ્ટેટિક વિક કહેવામાં આવે છે, તેના દ્વારા વીજળીની ઊર્જા હવામાં વિખેરાઈ જાય છે.

 વિમાનની ફ્યુઅલ ટેન્ક અને તેના જોડાણોને ખાસ રીતે સીલ કરવામાં આવે છે, જેથી વીજળીના કારણે તણખા ન સર્જાય અને આગ લાગવાનું જોખમ ટાળી શકાય.