AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના ધોરાજી પંથકમાં ડુંગળીનો પાક બગડવાની ભીતિ, સારા ભાવ મળવા છતાં ઓછા ઉત્પાદનથી ખેડૂતો નિરાશ

રાજકોટના ધોરાજી પંથકમાં વધુ ગરમી અને પ્રતિકૂળ વાતાવરણને કારણે ડુંગળીના પાકમાં ‘પીળીયો’ રોગ આવ્યો છે, જેનાથી ઉત્પાદન ઘટવાની ચિંતા ઊભી થઈ છે. બીજી તરફ, માર્કેટ યાર્ડમાં ડુંગળીના સારા ભાવ મળી રહ્યા છે પરંતુ ઓછા ઉત્પાદનને કારણે ખેડૂતો માટે ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે.

રાજકોટના ધોરાજી પંથકમાં ડુંગળીનો પાક બગડવાની ભીતિ, સારા ભાવ મળવા છતાં ઓછા ઉત્પાદનથી ખેડૂતો નિરાશ
| Updated on: Nov 21, 2026 | 5:31 PM
Share

રાજકોટના ધોરાજી પંથકમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. વાત એમ છે કે, પ્રતિકૂળ વાતાવરણની ડુંગળીના પાક પર ગંભીર અસર જોવા મળી રહી છે. તાપમાનમાં વધારો જોવા મળતા ડુંગળીના પાકમાં ‘પીળીયો’ નામનો રોગ જોવા મળી રહ્યો છે.

વધારે ગરમીને કારણે ડુંગળીના છોડમાં ગાંઠ બંધાતી નથી, જેથી આ વર્ષે ડુંગળીનું પૂરતું અને ઓછું ઉત્પાદન થાય તેવી સંભાવના છે. ખેડૂતો ડુંગળીના પાક માટે અત્યાર સુધીમાં વીઘા દીઠ 25 હજાર રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે પરંતુ પાકમાં રોગ આવી જતા આ ખર્ચો માથે પડે અને પાક નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

યાર્ડમાં બમણા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

બીજી તરફ, ધોરાજી માર્કેટ યાર્ડમાં તૈયાર થયેલી ડુંગળી લઈને ગયેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીના બમણા ભાવ મળી રહ્યા છે.

હાલ પ્રતિ મણ ડુંગળીના 600 થી 750 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. એવામાં જે ખેડૂતોની ડુંગળી પાકી ગઈ છે, તેમનામાં ખુશી જોવા મળી રહી છે. એટલું જ નહીં, વેપારીઓ પણ આગામી સમયમાં વધુ ભાવ બોલાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

ખર્ચ સરભર કરવો મુશ્કેલ

જો કે, યાર્ડમાં વધેલા ભાવ છતાં ઓછા ઉત્પાદનને કારણે ખેતી પાછળ કરાયેલો ખર્ચ સરભર કરવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યો છે. હવે આગામી દિવસોમાં વાતાવરણ સારું રહે અને બજારમાં ભાવ પણ સારા મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

Breaking News: દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી અંગે ‘મોટો નિર્ણય’, હવે મંજૂરી ફરજિયાત અને ભોગ-ધ્વજાજી ઉત્સવ માટે ‘2,500 રૂપિયા’ ફી નક્કી

Follow Us
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ
જામનગરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ! 932 લીટર ઘી જપ્ત
જામનગરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ! 932 લીટર ઘી જપ્ત
g clip-path="url(#clip0_868_265)">