Rava Cutlet Recipe : રીમઝીમ વરસતા વરસાદમાં માણો સોજીની કટલેટની મજા, આ રહી સરળ રેસિપી
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે રવાની કટલેટ કેવી રીતે બનાવી શકાય છે.

વરસાદની ઋતુમાં ફ્રાય કરેલુ તેમજ ચટપટુ ખાવાનું પસંદ હોય છે. ત્યારે ઘરે કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ રવાની કટલેટ બનાવી શકો છો.

રવાની કટલેટ બનાવવા માટે રવો, આદુ, ગાજર,બાફેલા બટાકા, લીલા મરચા, મીઠું, ધાણા પાઉડર, દહીં, લીલા ધાણા, તેલની જરુરત પડશે.

રવાની કટલેટ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં પાણી ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં રવો ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે રવાને એક પ્લેટમાં કાઢી ઠંડો થવા દો.

હવે રવામાં બાફેલા બટાકાને મેશ કરીને નાખો. ત્યારબાદ તેમાં ગાજરને પણ કાપીને નાખો. આ ઉપરાંત લીલા ધાણા, લીલુ મરચું, લાલ મરચુ, ગરમ મસાલો, તેમજ સ્વાદ અનુસાર મીંઠુ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે મિશ્રણમાંથી કટલેટ બનાવી લો. ત્યારબાદ એક વાસણમાં કોર્નફ્લોરની સ્લરી બનાવી લો. હવે તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ કટલેટને કોર્નફ્લોરની સ્લરીથી કોટ કરીને ફ્રાય કરવા મુકો. કટલેટ બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

જો તમારે કટલેટને ફ્રાય ન કરવી હોય તો તમે કટલેટને શેલો ફ્રાય કરી શકો છો. કટલેટને ગ્રીન ચટણી અને ચા સાથે પીરસી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
