Travel Tips : શનિ-રવિની રજામાં બાળકોને ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત કરાવો
સ્મૃતિવન ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું 2001ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે. મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે.શનિ-રવિની રજામાં બાળકોને ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત કરાવો

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ગુજરાત ભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકોની માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.વાસ્તુ-શિલ્પ કન્સલ્ટન્ટ્સ દ્વારા તેની રચના કરવામાં આવી છે.તેનું ઉદ્ઘાટન 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તો બાળકોને એક વખત આ સ્મતિવન અને મ્યુઝિયમની જરુર મુલાકાત કરાવો.

સ્મૃતિવન 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઉદ્યાનમાં 13,000થી વધુ વૃક્ષો છે, જે દરેક પીડિતને સમર્પિત છે. અહીં 50 ચેકડેમ, એક સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર, 8 કિમી લાંબા માર્ગો અને 1 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ અને 3,000 લોકોના વાહનો માટેનું પાર્કિંગ સ્થળ જેવી સુવિધાઓ છે.

સંગ્રહાલયમાં 11,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા સાત વિભાગો છે.આ વિભાગોમાં સાત વિષયો છે: પુન:ર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુન:સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુન:જીવન અને નવીનીકરણ

સ્મૃતિવન મ્યુઝિયમ શું છે? 2001ના ભૂકંપમાં 12,932 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપથી ગુજરાતના ભુજ વિસ્તારના 890 ગામોને અસર થઈ હતી. ભૂકંપમાં 1,64,000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ભૂકંપમાં લાખો મકાનો, ઐતિહાસિક ઈમારતો અને મંદિરો નાશ પામ્યા હતા અને કરોડો લોકો માનસિક, ભાવનાત્મક અને શારીરિક રીતે પ્રભાવિત થયા હતા.

સ્મૃતિવન મ્યુઝિયમ બે ભાગમાં વહેંચાયેલું છે, મેમોરિયલ અને મ્યુઝિયમ. સ્મારક અઠવાડિયાના સાતેય દિવસ સવારે 5 થી 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તો હવે જોઈએ તમારે સ્મૃતિવન જવું હોય તો કઈ રીતે પહોચવું. તો જો તમે ટ્રેન દ્વારા જવા માંગો છો તો નજીકનું રેલવે સ્ટેશન ભુજ છે.

તેમજ જો તમે ફ્લાઈટ દ્વારા જવા માંગો છો તો નજીકનું ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદનું એરપોર્ટ છે. અમદાવાદથી તમે બસ,ટ્રેન કે પ્રાઈવેટ કાર દ્વારા સ્મૃતિવન પહોંચી શકો છો. નજીકનું ડોમેસ્ટિક એરપોર્ટ ભુજ એરપોર્ટ છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
