Travel Tips : ભારતમાં આ ફ્લાવર ફેસ્ટિવલને તમારા લિસ્ટમાં કરો સામેલ
ભારતમાં મુસાફરી કરવીએ અલગ જ આનંદ છે. પરંતુ જો તમે આ અનુભવને વધુ ખાસ અને યાદગાર બનાવવા માંગતા હો, તો આ ફ્લાવર ફેસ્ટિવલને તમારી મુસાફરીની યાદીમાં ચોક્કસપણે સામેલ કરો.આ ટ્રાવેલ યાદગાર બની જશે.

જ્યારે ફરવાની વાત આવે તો લોકો બીચ, કિલ્લા કે પછી ઉંચા પહાડોમાં ફરવાનો પ્લાન બનાવે છે. કેટલાક લોકો ફ્લાવરના ખુબ શૌખીન હોય ચે. તો આજે આપણે ભારતમાં યોજાનાર ફ્લાવર ફેસ્ટિવલ વિશે વાત કરીશું. અહી તમે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

ભારતમાં અનેક સ્થળોએ ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તો જો તમે પણ ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો એક વખત આ સુંદર ફ્લાવર ફેસ્ટિવલની જરુર મુલાકાત કરજો.

કર્ણાટકના બેંગ્લુરુમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ લાલાબાગ બોટનિકલ ગાર્ડનમાં ફ્લાવર શો આયોજિત કરવામાં આવે છે. આ શોની ખાસ વાત એ છે કે, અહી તમને દુનિયાભરના દુર્લભ અને વિદેશી ફુલો જોવા મળશે.

શ્રીનગરમાં દર વર્ષે માર્ચ-એપ્રિલમાં ટ્યુલિપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જો તમે પણ આ ફેસ્ટિવલનો ભાગ બનવા માંગો છો તો તમે ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડનની મુલાકાત લઈ શકો છે. આ ફેસ્ટિવલમાં તમે લોકલ મ્યુઝિકથી લઈ ડાન્સ અને કાશ્મીરી ફુડનો પણ આનંદ માણી શકો છો.

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કેરળના કોઝિકોડમાં મલબાર ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં તમે દુર્લભ ઓર્કિડ અને બોન્સાઈ જોઈ શકો છો. તમે ગાર્ડનિંગ વર્કશોપનો પણ અનુભવ કરી શકો છો. ફેસ્ટિવલ દરમિયાન સ્થાનિક ડાન્સ અને સ્વાદિષ્ટ કેરળ ભોજનનો આનંદ જરુર માણવો.

આ ફેસ્ટિવલ મે મહિનામાં સિક્કમના ગંગટોકમાં પાલજોર સ્ટેડિયમમાં યોજાય છે. આ ફેસ્ટિવલની શરુઆત 2008માં થઈ હતી. આ ફેસ્ટિવલ હિમાલય વિસ્તારના ફુલોની સુંદરતા તેમજ ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપે છે. (all photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
