Travel Tips : વિસાવદર નજીક ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળો, જુઓ ફોટો
વિસાવદર પેટા ચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે. ગોપાલ ઇટાલિયાને 17581 મતોની લીડથી જીત મળી છે. ત્યારે આજે આપણે વિસાવદર નજીક ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળોની વાત કરીશું.

આજે વિસાવદરને એક નવા ધારાસભ્ય મળ્યા છે. આ ધારાસભ્ય કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીના નહી પરંતુ આમ આદમી પાર્ટીના છે.વિસાવદર પેટા ચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે.ગોપાલ ઇટાલિયાએ આ જીતને વિસાવદર, ભેસાણ અને વિસાવદર ગ્રામ્યની જનતાની જીત ગણાવી છે.

તો આજે આપણે વિસાવદરની આસપાસ રહેલા ફરવા લાયક સ્થળોની વાત કરીશું.વિસાવદર નજીક અનેક રમણીય ધાર્મિક અને કુદરતી સૌદર્યથી ભરપુર સ્થળો આવેલા છે.

સતાધારએ વિસાવદરના પ્રખ્યાત સંત આપ ગીગાને સમર્પિત એક પવિત્ર સ્થળ છે.સતાધાર જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી 7 કિલોમીટર દુર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર અને મનને શાંતિ આપનારુ પાવનકારી છે.

તુલસીશ્યામ ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી આશરે 29 કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું એક તીર્થ સ્થળ છે.તુલશીશ્યામ પહોંચવા માટે ઉનાથી ધોકડવા અને સત્તાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ 123 કિલોમીટર દુર છે.તુલસીશ્યામની ચારે બાજુ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઇ ગામ નથી. અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે.

કનકાઈ માતાનું મંદિર જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગિરમાં આવેલું છે. જંગલની મધ્યમાં આવેલું કનકાઈ (ગીર) વિસાવદરથી માત્ર 32 કિમી દૂર છે.વરસાદની ઋતુમાંવાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણ કે, જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં 7 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે.

મૌની આશ્રમ વિસાવદર નજીક મુલાકાત લેવા માટેનું બીજું એક પવિત્ર સ્થળ છે. તેમજ તમે જૂનાગઢની પણ મુલાકાત લઈ શકો છો.વિસાવદરથી જૂનાગઢ માત્ર 44 કિલોમીટર દુર આવેલું છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
