Travel tips : ગુજરાતમાં આવેલા એશિયાનું સૌથી મોટા ગણપતિ મંદિરે ,માતા-પિતાને લઈ દર્શન કરવાનો પ્લાન બનાવો
ગણેશ ચતુર્થીનો તહેવાર બધા લોકો સાથે મળીને ઉજવે છે. જેને લઈ તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે. જો તમે પણ તમારા ગણેશ ચતુર્થી પર કોઈ ગણપતિ મંદિર દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમને અમદાવાદના ફેમસ ગણપતિ મંદિર વિશે જણાવીશું.

શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન, મહેમદાવાદ, ગુજરાત ભારતમાં સ્થિત, એક ફેમસ મંદિર છે. જે તેના પ્રભાવશાળી કદ અને રચના માટે જાણીતું છે, જેની પુષ્ટિ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા 4 જૂન, 2023ના રોજ કરવામાં આવી હતી. તે ભગવાન ગણેશના ચહેરા સાથે એશિયાનું સૌથી મોટું મંદિર છે.

શ્રી સિદ્ધિવિનાયક મંદિરનું બાંધકામ 8 જાન્યુઆરી, 2010 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, 120.98 ફૂટની લંબાઈ, 84.25 ફૂટ પહોળાઈ અને 71 ફૂટ ઊંચાઈ (8 ફૂટ શિખરની ઊંચાઈ સહિત) સાથે, મંદિરનો ચહેરો અને ભગવાન ગણેશની રચના જોવાલાયક છે. મંદિર 22 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે,જે દરરોજ હજારો ભક્તોને આકર્ષે છે.

મંદિરમાં વૃદ્ધો અથવા અપંગો માટે લિફ્ટ, વ્હીલચેર અને ઇલેક્ટ્રિક રિક્ષા સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જેમને સીડી ચઢવામાં કે ચાલવામાં મુશ્કેલી પડે છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે વિશાળ પાર્કિંગ પણ છે. મંદિરમાં એક વિશાળ ફૂડ કોર્ટ છે જ્યાં ભક્તો પરિવાર સાથે નાસ્તો અને બપોરનું ભોજન કરી શકે છે.

મંદિરમાં બાળકો માટે એક મનોરંજન પાર્ક પણ છે જ્યાં બાળકો આખો દિવસ રમી શકે છે. મંદિરમાં ભક્તો માટે રહેવા માટે એસી અને નોન-એસી રૂમ ઉપલબ્ધ છે. મંદિરમાં ભક્તો માટે યજ્ઞશાળા પણ છે જ્યાં પંડિતો દ્વારા સંપૂર્ણ વિધિ સાથે યજ્ઞ કરવામાં આવે છે.

સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક છે. અમદાવાદ નજીક રહેતા લોકો વીકએન્ડમાં એક વખત આ ગણપતિ મંદિરની જરુર મુલાકાત લે છે.

આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
