Travel Tips : વરસાદમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો
વરસાદમાં ફરવા જવું સૌ કોઈને પસંદ હોય છે. જો તમે વરસાદ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો તમારે કેટલીક સાવધાનીઓ રાખવાની જરુર છે. તો આજે તમને જણાવીશું કે, ચોમાસામાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું.

ચોમાસાની સિઝનમાં વાતાવરણ ક્યારે બગડી જાય છે. તેની ખબર રહેતી નથી.વરસાદ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવી ખુબ મુશ્કેલી બની જાય છે. પરંતુ જો તમે કેટલીક વાતનું ધ્યાન રાખ્યું તો તમારી મુસાફરી સુરક્ષિત રહેશે.

આજે અમે તમને જણાવીશું કે ,વરસાદમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ.જો ચોમાસામાં ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો સૌથી પહેલા હવામાન કેવું છે તે જાણી લો. જો ક્યાંય જઈ રહ્યા છો અને ભારે વરસાદનું એલર્ટ મળે તો યાત્રા કરવાનું ટાળો.

તમે મુસાફરી કરી રહ્યા છો. તો તમારી પાસે કપડાં તમેજ અન્ય સામાન તો હશે. આ બધો સામાન તમારે કપડાંની બેગ નહી પરંતુ પ્લાસ્ટિકની બેગમાં કપડાં તેમજ તમારો સામાન પેક કરો, ક્યારેક એવું પણ બને છે કે, ભારે વરસાદના કારણે ટ્રેનની અંદર પાણી આવે છે. તો આ દરમિયાન કપડાંની બેગ હશે, તો તમારો સામાન ખરાબ થઈ જશે.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મોબાઇલ ચાર્જ જરુરી છે. વરસાદ દરમિયાન પણ ઘણી ટ્રેનો મોડી પડે છે. જો ફોનમાં બેટરી હશે, તો જ તમે તમારા પરિવારને તમારા વિશે માહિતી આપી શકશો. જો ફોનમાં બેટરી નહીં હોય, તો ન તો તમે તેમની સાથે કનેક્ટ થઈ શકશો અને ન તો તેઓ તમારી સાથે કનેક્ટ થઈ શકશે.પાવર બેન્ક રાખવી જરુરી છે.

તમારા બેગમાં એક ઝિપલોક બેગ જરુર રાખો.તમે તમારા મોબાઇલ, ચાર્જર, પાવર બેંક વગેરે જેવી વસ્તુઓ ઝિપલોક બેગમાં રાખી શકો છો. મહત્વની વાત એ છે કે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમારી સાથે આઈડી પ્રુફ જરુર રાખો

જો તમારી સાથે માતા-પિતા છે. તો ટ્રેનમાં ચઢતી અને ઉતરવાનું જરુર ધ્યાન રાખો. કારણ કે,વરસાદમાં, લોકો અંદર અને બહાર નીકળવાના કારણે ટ્રેનની અંદરનો ફ્લોર ભીનો થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે હંમેશા ટ્રેનમાં ચઢતી અને ઉતરતી વખતે સાવચેત રહેવું જોઈએ. જો તમે સાવચેત ન રહો, તો તમે લપસીને ફ્લોર પર પડી શકો છો. (photo : canva)
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































