Tourism Budget 2025 : મુસાફરી હવે સસ્તી અને સરળ બનશે, પ્રવાસીઓને 50 નવા પર્યટન સ્થળો મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કર્યું હતુ. આ બજેટમાં આરોગ્ય, કૃષિ અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રોમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી.આ સાથે બજેટમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પણ મોટી જાહેરાત કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કર્યું હતુ. આ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવાથી લઈને MSME,સ્ટાર્ટઅપ સુધીના વિવિધ ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી છે. આ સંદર્ભમાં, પ્રવાસન ઉદ્યોગ અંગે કેટલીક જાહેરાતો પણ કરવામાં આવી છે.

મોદી સરકારના બજેટમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકાર પર્યટન અંગે મિશન મોડમાં કામ કરવા જઈ રહી છે.

બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યોના સહયોગથી 50 નવા પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે. હવાઈ જોડાણ હેઠળ 120 નવા એરપોર્ટ જોડાશે.

નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી છે કે, સરકાર રાજ્યો સાથે ભાગીદારીમાં ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ કરશે. સરકાર હોમસ્ટે માટે મુદ્રા લોન આપશે, જેનાથી મુસાફરીને સરળ થશે અને પર્યટન સ્થળો સાથેની કનેક્ટિવિટીમાં સુધારો થશે. ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં ભારતમાં તબીબી પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે

આ દરમિયાન બુદ્ધ પર્યટન સાથે જોડાયેલા સ્થળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ દરમિયાન નાણામંત્રીએ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં ભારતમાં તબીબી પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે.ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન મળશે.વિદેશી દર્દીઓ ભારતમાં સરળતાથી સારવાર મેળવી શકે તે માટે મેડિકલ વિઝા નિયમો હળવા કરવામાં આવશે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































