AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાખો કર્મચારીઓ માટે ખુશખબર ! પીએફના ફસાયેલા પૈસા હવે પાછા મળશે, EPFO એ શરૂ કરી ખાસ સુવિધા

છેલ્લા કેટલાક સમયથી પીએફ (PF) ના પૈસા ઉપાડવાના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. ઘણી બધી ડિજિટલ સેવાઓ શરૂ કરવામાં આવી છે. પહેલા જ્યાં પીએફના પૈસા મળવામાં અઠવાડિયાનો સમય લાગતો હતો, હવે તે 3 દિવસમાં જ ખાતામાં જમા થઈ જાય છે.

લાખો કર્મચારીઓ માટે ખુશખબર ! પીએફના ફસાયેલા પૈસા હવે પાછા મળશે, EPFO એ શરૂ કરી ખાસ સુવિધા
| Updated on: May 01, 2026 | 5:29 PM
Share

PF ધારકોને કોઈ સમસ્યા ન થાય તે માટે EPFO સમયાંતરે પોતાની સેવાઓ અપડેટ કરતું રહે છે. આ દરમિયાન, જો તમારી જૂની નોકરીના પીએફના પૈસા ક્યાંક અટવાયેલા છે અથવા તમે તમારો જૂનો પીએફ એકાઉન્ટ નંબર ભૂલી ગયા છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

આ માટે EPFO એ E-PRAAPTI સેવા શરૂ કરી છે. આના દ્વારા તમે ઘરે બેઠા જ ઇનઓપરેટિવ (બંધ પડેલા) પીએફ એકાઉન્ટને ટ્રેક કરી શકો છો અને તેને તમારા વર્તમાન UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) સાથે લિંક કરી શકો છો.

શું છે ‘E-PRAAPTI’?

‘E-PRAAPTI’ એ એક ઓનલાઇન સિસ્ટમ છે, જે જૂના અને ભૂલી ગયેલા પીએફ ખાતા શોધવામાં મદદ કરે છે. ઘણીવાર જ્યારે લોકો નોકરી બદલે છે, ત્યારે તેઓ પોતાનું જૂનું પીએફ નવી નોકરીમાં ટ્રાન્સફર કરવાનું ભૂલી જાય છે. આનાથી જૂનું PF ખાતું બંધ પડ્યું રહે છે. E-PRAAPTIનું કામ આવા જ પડેલા પીએફ ખાતાઓનો પતો લગાવવાનું છે, જેથી લોકોના જમા થયેલા પૈસા પાછા મળી શકે.

તે કેવી રીતે કામ કરે છે?

આ સર્વિસ એક સર્ચ એન્જિનની જેમ કામ કરે છે. આમાં તમે તમારી જૂની કંપનીનું નામ, જોઈનિંગ ડેટ અથવા બીજી બેઝિક વિગતો નાખીને તમારા જૂના રેકોર્ડ્સ ટ્રેક કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે, આમાં આધાર દ્વારા ઈ-કેવાયસી (e-KYC) કરીને તમારી ઓળખની ચકાસણી કરી શકાય છે, જેનાથી ડેટા સુરક્ષિત રહે છે.

કેવી રીતે ઉપયોગ કરવો?

  1. સૌથી પહેલા EPFOની વેબસાઇટ પર જઈને E-PRAAPTI લિંક પર ક્લિક કરો.
  2. તમારું નામ, પિતાનું નામ, જન્મતારીખ અને જૂની કંપનીની વિગતો આપો.
  3. આધાર વેરિફિકેશન માટે આધાર નંબર જણાવો અને OTP થી તેને વેરિફાય કરો.
  4. ત્યારબાદ સિસ્ટમ તમારા ડેટા સાથે મળતા આવતા જૂના પીએફ ખાતાઓની યાદી બતાવશે.
  5. એકાઉન્ટ મળી ગયા પછી, તમે તેને તમારા એક્ટિવ UAN સાથે મર્જ (Merge) કરવાની વિનંતી મોકલી શકો છો.

PF એકાઉન્ટ ક્યારે ‘ઇનઓપરેટિવ’ થાય છે?

  • નોકરી છોડ્યા પછી સતત 36 મહિના સુધી તે ખાતામાં કોઈ નવું યોગદાન (Contribution) જમા ન થયું હોય.
  • કર્મચારીએ પીએફ બેલેન્સ ટ્રાન્સફર ન કર્યું હોય કે તેને ઉપાડ્યું ન હોય.
  • જૂની કંપનીનો પીએફ રેકોર્ડ એક્ટિવ UAN સાથે લિંક ન હોય.

‘E-PRAAPTI’ પોર્ટલ પર સમસ્યા આવે તો શું કરવું?

જો ‘E-PRAAPTI’ પોર્ટલનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવે અથવા તમને એકાઉન્ટ ન મળે, તો તમે EPFO ના EPFiGMS પોર્ટલ પર તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે EPFO ના ટોલ-ફ્રી નંબર અથવા પ્રાદેશિક કચેરી (Regional Office) પર જઈને મદદ લઈ શકો છો.

Breaking News: EPFO માં આ નાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે, તમારા પૈસા ફસાઈ પણ શકે

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">