Surat: ગુજરાત સ્થાપના દિવસે સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ Videoમાં શું છે તેની ખાસિયત
આજે 1 મે 2026ના રોજ ગુજરાત રાજ્યનો 66મો સ્થાપના દિવસ છે. આજના આ દિવસે રાજ્યને નવી ટેક્નોલોજીકલ ભેટ મળી છે.
સુરતના ચોર્યાસી વિસ્તારમાં દેશનો પહેલો માનવ રહિત અને બેરિયરલેસ ટોલબુથ લોન્ચ કરવામાં આવ્યો છે. તાઈવાનની અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ટોલબુથ સક્રિય કરવામાં આવ્યો છે. આ ટોલિંગ સિસ્ટમ 20 મીટર દૂરથી જ ગાડીની નંબર પ્લેટ અને ફાસ્ટેગને સ્કેન કરી શકે છે. આ ટોલબુથની ખાસ વાત એ છે કે 120 કિમી પ્રતિ કલાકની સ્પીડે આવતી ગાડીની માહિતી પણ કૅપ્ચર થશે.
ટોલબુથની શું છે ખાસિયત?
- વાહન રોક્યા વગર ટોલ કટ થશે
- કેમેરા અને સેન્સર દ્વારા ફાસ્ટેગ અને નંબર પ્લેટની સ્કેનિંગ
- હાઈ-સ્પીડ સ્કેનિંગ
- 8 લેન પર 32 CCTV કેમેરા
- નિયમોના ઉલ્લંઘન પર ઈ-ચલણ
- સમયની બચત
- ઇંધણની બચત
- ટ્રાફિક ફ્લોમાં સુધારો
ચોર્યાસી ટોલ પ્લાઝા દિલ્હી મુંબઈ હાઈવે પર છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય તરફથી આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં આવનારા સમયમાં આ પ્રકારના ટોલબુથ દેશમાં અન્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. આ ટોલ પ્લાઝા સુરત-ભરૂચની વચ્ચે છે.
આ પણ વાંચો: Breaking News : અમદાવાદ મહાનગરપાલિકા વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ, જુઓ વીડિયો
Follow Us
Latest Videos
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
