ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે! વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40 થી 50 ઈંચ વરસાદની આગાહી – જુઓ Video
ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે વરસાદને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને વરસાદ કેટલો પડશે? આને લઈને વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ પોતાનો વરતારો રજૂ કર્યો છે.
ગુજરાતમાં આગામી ચોમાસાને લઈને ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં રાજ્યના 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આ વર્ષના ચોમાસા અંગે મહત્વનો વરતારો રજૂ કર્યો છે. આગાહીકારોના મતે, આ વર્ષે રાજ્યમાં સરેરાશ 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. આ બેઠકમાં ચોમાસાના આગમન અને વાવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂતો માટે વાવણી અંગેની માર્ગદર્શિકા જાહેર કરતા તજજ્ઞોએ જણાવ્યું છે કે, આ વર્ષે વાવણી ત્રણ તબક્કામાં થઈ શકે છે. આમાં ખેડૂતો 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ સુધીમાં વાવણી કરી શકશે. રાહતની વાત એ છે કે, આ વખતે વાવાઝોડાનો કોઈ ખતરો નથી, જે ખેતીના પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરતારા મુજબ, આ ચોમાસું અંદાજે 15 ઓક્ટોબરની આસપાસ વિદાય લેશે.
Breaking News : રાજકોટના ધોરાજીમાં કાળઝાળ ગરમી વચ્ચે પશુઓના પાણી અને ઘાસચારા માટે વલખાં, જુઓ Video
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
