AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ICC Test Ranking માં ટીમ ઈન્ડિયાએ લગાવી છલાંગ, મેચ રમ્યા વિના રેન્કિંગમાં ફાયદો

ICC દ્વારા દર વર્ષે 1 મેના રોજ ટેસ્ટ રેન્કિંગ અપડેટ કરવામાં આવે છે અને તેના આધારે રેન્કિંગ આખા વર્ષ દરમિયાન બદલાતું રહે છે. લેટેસ્ટ અપડેટમાં ટોપ-2 માં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ટીમ ઈન્ડિયાએ ચોક્કસપણે પોતાનું રેન્કિંગ સુધાર્યું છે. ખાસ વાત એ છે કે લાંબા સમયથી એકપણ મેચ રમ્યા વિના ટીમ ઈન્ડિયાને રેન્કિંગમાં ફાયદો થયો છે.

Breaking News: ICC Test Ranking માં ટીમ ઈન્ડિયાએ લગાવી છલાંગ, મેચ રમ્યા વિના રેન્કિંગમાં ફાયદો
Team India jumps icc test rankingsImage Credit source: X
| Updated on: May 01, 2026 | 5:44 PM
Share

આજકાલ ક્રિકેટમાં ફક્ત IPL 2026 ની જ ચર્ચા હોય છે, ટેસ્ટ અને ODI ક્રિકેટને તો જાણે લોકો ભૂલી જ ગયા છે. ટીમ ઈન્ડિયાએ તો વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં કેટલાય દિવસથી એક મેચ પણ રમી નથી, છતાં ટીમ ઈન્ડિયાને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાલી રહેલી સુસ્તી વચ્ચે ICC એ તેની લેટેસ્ટ વાર્ષિક રેન્કિંગ જાહેર કરી છે, જ્યાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

ટીમ ઈન્ડિયાને ICC રેન્કિંગમાં ફાયદો

ICC એ શુક્રવાર, 1 મે ના રોજ તમામ ટીમ રેન્કિંગ માટે લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું. વાર્ષિક અપડેટ હેઠળ છેલ્લા એક વર્ષ દરમિયાન રમાયેલી મેચોને 100% વેઈટેજ મળે છે, જ્યારે પાછલા બે વર્ષમાં રમાયેલી મેચોને 50% વેઈટેજ મળે છે. અને તેની પાછળના વર્ષની મેચોના પરિણામોને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે, જેના પરિણામે રેન્કિંગમાં ફેરફાર થયો છે.

ટેસ્ટ રેન્કિંગમાં લગાવી છલાંગ

લેટેસ્ટ રેન્કિંગમાં આ જ બન્યું છે, જ્યાં 2023 પહેલાની મેચના પરિણામોનું મહત્વ ઘટી ગયું. આનાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે, જેમણે નવેમ્બર 2025 પછી એક પણ ટેસ્ટ રમી નથી. ICC દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે ભારત એક સ્થાન આગળ વધીને ઈંગ્લેન્ડને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતના હવે 104 પોઈન્ટ છે, જ્યારે ઈંગ્લેન્ડના 102 પોઈન્ટ છે. જોકે, ટીમ ઈન્ડિયા નંબર 1 ઓસ્ટ્રેલિયાથી ઘણી દૂર છે.

ઓસ્ટ્રેલિયાએ ટોપનું સ્થાન જાળવી રાખ્યું

પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ત્રણ પોઈન્ટનો ફાયદો ઉઠાવીને ટોચના સ્થાને પોતાની લીડ મજબૂત કરી છે. ઓસ્ટ્રેલિયાના હવે 131 પોઈન્ટ છે. વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાએ પણ ત્રણ પોઈન્ટનો ફાયદો ઉઠાવ્યો છે અને 119 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આનો અર્થ એ થયો કે હાલ ટોપ 3ટીમો વચ્ચે ઘણા પોઈન્ટનું અંતર છે. IPL પછી ઘણી ટેસ્ટ શ્રેણીઓ શરૂ થશે, જે આ પરિસ્થિતિને બદલી શકે છે.

Breaking News: એક પણ છગ્ગો માર્યા વિના IPL સિઝનમાં બનાવ્યા 260 રન, આજસુધી નથી તૂટ્યો રેકોર્ડ

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">