TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો બીજો દિવસ, જુઓ રંગારંગ કાર્યક્રમનો Photo
દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાને લઈને દિલ્હી-NCRના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઈવેન્ટમાં સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે. આ કાર્યક્રમમાં 24મી ઓક્ટોબર સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે.

દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમને TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના રંગારંગ કાર્યક્રમોથી સજી ગયું છે. આજે સમારોહનો બીજો દિવસ છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 24મી ઓક્ટોબર સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી હાજરી આપી શકાશે. એન્ટ્રી બિલકુલ ફ્રી છે.

TV9 ગ્રુપના MD અને CEO બરુણ દાસે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.આ દરમિયાન TV9 ગ્રુપના Whole Time Director હેમંત શર્મા પણ હાજર રહ્યા હતા.

પ્રથમ દિવસે આ ભવ્ય કાર્યક્રમમાં અનેક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે, બીજેપી સાંસદ અને ભોજપુરી કલાકાર મનોજ તિવારી અને દિલ્હીના મંત્રી આતિશી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

દરેક વ્યક્તિ TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં જઈ શકે છે. દિલ્હી-એનસીઆરમાં રહેતા તમામ લોકો અહીં પૂરા ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે.

આ તહેવાર પાંચ દિવસનો છે. તેની શરૂઆત 20મી ઓક્ટોબરે થઈ હતી. આ સમય દરમિયાન, અમને માત્ર દેશની જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોની સંસ્કૃતિ, જીવનશૈલી, ખાદ્યપદાર્થો, ઈલેક્ટ્રોનિક સામાન વગેરેનો અનુભવ કરવાની વિશેષ તક મળી રહી છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.