સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ છે. ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે રૂ. 20નો વધારો કરીને નવા દર રૂ. 850 નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે ભેંસના દૂધના ભાવમાં કિલો પેટે રૂ. 10નો વધારો કરીને તે રૂ. 880 સુધી પહોંચાડવામાં આવ્યા છે. ભાવ વધારાના નિર્ણયથી વાર્ષિક રૂ. 50 કરોડથી વધુની વધારાની આવક થવાની શક્યતા છે, જેના કારણે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સીધો લાભ મળશે.
02 માર્ચના મહત્વના સમાચાર : હોળીની જ્વાળાઓ જોઈને અંબાલાલ પટેલે કરી ગુજરાત માટે આવી આગાહી
આજે 02 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદની ખારીકટ કેનાલ ફેઝ -1, વસ્ત્રાલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહ 7 માર્ચે કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 7 માર્ચના સાંજે અમિત શાહ પહોંચશે અમદાવાદ. 8 માર્ચના અમદાવાદના અનેક મહત્વના પ્રોજેક્ટની આપશે ભેટ. વસ્ત્રાલ ખાતેના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું કરશે ઉદ્ઘાટન. કરોડોના ખર્ચે પૂર્વ વિસ્તારમાં તૈયાર કરાયું છે અધ્યતન સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ. ખારીકટ કેનાલ ફેઝ – 1નું પણ કરશે લોકાર્પણ. નરોડાથી વિંઝોલ સુધી 12 કિમી લાંબા રૂટ પર ફેઝ – 1ની બનાવાઈ છે કેનાલ.
-
હોળીની જ્વાળાઓ જોઈને અંબાલાલ પટેલે કરી ગુજરાત માટે આવી આગાહી
હોળીની જ્વાળાની દિશા જોઈને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે હવામાન અંગે ભવિષ્યવાણી કરી છે. હવામાનનું દ્રષ્ટિએ વર્ષ સારુ અને સાનુકુળ છે. ચોમાસુ એકંદરે સાનુકૂળ રહેવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતનું ચોમાસુ સારૂ રહેશે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત માં સારો વરસાદ રહેશે. હોળીનો ધુમાડો ઉપર જતો નથી તે સારૂ વર્ષ સુચવે છે. ભારતીય રાજકારણમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. ગ્રહણના કારણે યુદ્ધની સ્થિતિ વિશ્વમાં બની રહેશે. પાછોતરા વરસાદ રહેવાનો છે. દરિયાઈ ટાપુ, રશિયા અને ઓસ્ટ્રેલિયા પર અસર પાડી શકે છે. નાટો દેશો પર ગ્રહણની અસર થઈ શકે છે. ચંદ્રગ્રહણ અને માર્ચ માસના ગ્રહોના કારણે યુદ્ધની અસર રહેશે. અફઘાનિસ્તાન અને ઉત્તર પશ્ચિમની બોર્ડરો સાચવવી પડશે.
-
-
ખાડી દેશોમાં ફસાયેલા માટે ભાજપે શરુ કરી ટેલિફોન હેલ્પ લાઈન સેવા
ખાડીના વિવિધ દેશોમાં ઊભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિને લઈને, અનેક ગુજરાતીઓ-ભારતીયો ફસાઈ ગયા છે. આવી સ્થિતિમાં ભાજપ દ્વારા ટેલિફોન હેલ્પ લાઈન સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરાયેલા વિશેષ હેલ્પલાઇન નંબર લોકોને શેર કર્યાં છે. જેમાં 07923276943, 0792327694 તથા 8141138000, 8141735000 નંબર ઉપર ખાડીના દેશોમાં ફસાયેલા અંગે વિગતો આપી શકાશે. ફસાયેલા નાગરિકો તથા તેમના પરિજનો નામ, સ્થળ, સંપર્ક વિગત તથા જરૂરી માહિતી નોંધાવી શકાશે. યુદ્ધ ગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતીઓ અને તેમના પરિજનો કરી શકશે સંપર્ક.
-
ચાંદખેડામાં એમ કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
અમદાવાદના ચાંદખેડા એમ કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. કોલેજના બોયઝ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત કર્યો. એડમિશન લીધા બાદ વિદ્યાર્થી સતત માનસિક તણાવમાં રહેતો હતો. થોડા સમય પહેલા જ MS ઓર્થો પ્રથમ વર્ષમાં લીધુ હતું એડમિશન. મૂળ જામનગરના ચિંતન પરમારે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. પોલીસે અકસ્માત મોતનો ગુનો મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
બોઈસર જીઆઇડીસીની ભગેરીયા કેમિકલ કંપનીમાંથી થયો ગેસ લીકેજ, કેટલાક લોકો બેશુદ્ધ થઈ ગયા હોવાની વાત
ગુજરાતની સરહદ પર મહારાષ્ટ્રના પાલઘરના બોઈસરની ઘટના. કેમિકલ કંપનીમાંથી મોટા પાયે ગેસ લીકેજ થયો છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બોઈસર જીઆઇડીસીમાં આવેલી ભગેરીયા કેમિકલ કંપનીમાંથી થયો ગેસ લીકેજ. કંપનીના કામદારો જીવ બચાવી બહાર ભાગ્યા. આસપાસની વિસ્તારની કંપનીઓમાંથી પણ કામદારોને સલામત સ્થળે ખસેડાયા છે. ગેસની અસર થતા કેટલાક લોકો રસ્તા પર બેહોશ થતાં પણ દેખાયા હતા. ઘટનાને કારણે તંત્ર થયું દોડતું.
-
-
સુરત શહેરને વધુ એકવાર મળી બોમ્બની ઘમકી, પોલીસે નાનપુરા પાસપોર્ટ ઓફિસમાં હાથ ધરી તપાસ
સુરત શહેરને વધુ એકવાર મળી બોમ્બની ધમકી. પોસ્ટ ઓફિસમાં બોમ્બનો મેઈલ મળતા ચિંતા પ્રસરી છે. નાનપુરા પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની વાતને લઈ તપાસ કરાઈ. સુરત પોલિસની ટિમ ઘટના સ્થળે પહોંચી. મેઈલના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. નાનપુરા પોસ્ટ ઓફિસમાં રહેલા લોકો અને બિલ્ડિંગનો તપાસ શરૂ કરી.
-
મોહન ભાગવત 2 દિવસ ગુજરાત મુલાકાતે
RSS સર સંઘ ચાલક મોહન ભાગવત 2 દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. 4 માર્ચના રોજ સવારે 10:30 કલાકે હેડગેવાર ભવન પહોંચશે મોહન ભાગવત. સાંજે 4:45 કલાકે વડતાલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી સંતો સાથે મુલાકાત કરશે સરસંઘચાલક. અમદાવાદ હેડગેવાર ભવન ખાતે રાત્રિ રોકાણ અને સંઘ સાથે જોડાયેલા લોકોની સાથે કરશે મુલાકાત. 5 માર્ચના રોજ જેતલપુર દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યકમમાં હાજરી આપશે સંઘના વડા. સાંજે 4 કલાકે અમદાવાદથી રવાના થશે ભાગવત.
-
રાજકોટમાંથી નકલી પોલીસ બનીને લોકોને લૂટનારો ઝડપાયો
રાજકોટમા, પોલીસની ઓળખ આપી લોકોને લૂંટતા નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. હેમુ ગઢવી હોલ પાસેથી નકલી પોલીસની ધરપકડ કરાઈ છે. દુધસાગર રોડ પર રહેતા સંદિપ રામાવત નામના શખ્સની ધરપકડ. સંદિપે થોડા દિવસ પહેલા પોલીસની ઓળખ આપીને રાહદારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે 30 હજાર રોકડા સહિત કુલ 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો.
-
વોટ્સએપ પર બનાવટી RTO ઈ-ચલણ APK મોકલી મોબાઇલ હેક કરી સાયબર છેતરપિંડી કરનારો જૂનાગઢથી ઝડપાયો
વોટ્સએપ પર બનાવટી RTO ઈ-ચલણ APK મોકલી મોબાઇલ હેક કરી રૂપિયા ઉપાડનાર ગેંગનો સભ્ય જુનાગઢથી ઝડપાયો છે. વોટ્સએપ પર બનાવટી ડિજિટલ RTO ઈ-ચલણની APK ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી. બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના સાયબર ફ્રોડના કેસમાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે જુનાગઢ ખાતેથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફરીયાદીને વોટ્સએપ ઉપર બનાવટી RTO ઈ-ચલણની APK ફાઇલ મોકલવામાં આવી હતી.
-
નવસારી ભાજપમાં ભડકો વધુ ભડક્યો, 58માંથી 25 હોદ્દેદારોએ રાજીનામા પાછા ખેચ્યાં, 33ના રાજીનામા સ્વીકારી લેવાયા
નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ભાજપ સંગઠનના રાજીનામાં મુદ્દે નવો વળાંક આવ્યો છે. જલાલપોર તાલુકાના ભાજપના હોદ્દેદારોના રાજીનામા ભાજપે સ્વીકાર્યા. 58 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતા. 25 હોદ્દેદારોએ રાજીનામાં પરત ખેંચ્યા છે. 33 લોકોના રાજીનામાં સ્વીકારાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓએ કમલમ ખાતે બેઠક યોજીને કરી જાહેરાત. નજીકના સમયમાં નવા હોદ્દેદારોની કરવામાં આવશે નિમણૂક. જલાલપોર તાલુકાના સંગઠનના હોદ્દેદારોના રાજીનામાં સ્વીકારાતા મોટો રાજકીય ભડાકો થવાની શક્યતા.
-
ફેબ્રુઆરીમાં ગુજરાત રાજ્યની GSTની આવકમાં 19 % નો થયો વધારો
ફેબ્રુઆરી-2026 માં ગુજરાત રાજ્યની જીએસટી આવકમાં 19 % નો વધારો નોંધાયો છે. ફેબ્રુઆરી-2026 માં રાજ્યને જીએસટી હેઠળ રૂ. 7598 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂ. 6396 કરોડ કરતા 19 % વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી-2026 માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8% રહેલ છે.
રાજ્યને ફેબ્રુઆરી-2026 માં વેટ હેઠળ રૂ. 2831 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂ. 905 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ. 23 કરોડ ની આવક થયેલ છે.આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. 11,358 કરોડની આવક થયેલ છે.
-
માર્ચમાં ગરમી વધતા ચોમાસુ સારુ રહેવાનું અનુમાન
રાજ્યમાં આ વર્ષે ચોમાસું રહેશે સારું. હવામાન વિભાગે માર્ચમાં ગરમી વધતા વરસાદ સારો રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનામાં કચ્છ અને દ્વારકામાં રહેશે ઉકળાટ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. માર્ચ મહિનામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતા છે.
-
સુરત: વરાછામાં આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં 2ની ધરપકડ
સુરત: વરાછામાં આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. પરણિત મહિલાએ સાસરીયાઓના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આરોપ છે. પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ છે. મહિલાએ સાસરિયાઓના ત્રાસથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સાસરિયાઓ લગ્ન બાદ પણ દહેજમાં રૂ. 2 લાખ માંગતા હોવાનો આક્ષેપ છે. રોકડ, સોનું સહિતની વસ્તુઓ આપવા છતા ત્રાસ આપતા હોવાનો આરોપ છે. પરણિતાઓ આપઘાત કરતાં પતિ અને સસરાની ધરપકડ કરાઈ.
-
સુરતમાં ગૌ સન્માન આહવાહન અભિયાન હેઠળ રેલી
સુરતમાં ગૌ સન્માન આહવાહન અભિયાન અંતર્ગત ગૌ સેવકો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે આ રેલી કાઢવામાં આવી હતી. તાજેતરમાં સુરતમાં ગૌરક્ષકો અને પોલીસ વચ્ચે થયેલી ઘટનાના વિરોધરૂપે પણ આ કાર્યક્રમ આયોજિત થયો હતો. મોટી સંખ્યામાં ગૌ સેવકો અને સમર્થકો રેલીમાં જોડાયા હતા અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી હતી. રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
-
બહેરિનમાં ઈરાનનો ભયંકર હુમલો
બહેરિનમાં ઈરાનનો ભયંકર હુમલો. અમેરિકન સૈન્ય મથક પર કર્યો હુમલો. ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા. સૈન્ય મથકમાં કેટલી જાનહાની થઈ તેનો અહેવાલ છે.
-
કુવૈતમાં એક ઈરાની ડ્રોને અમેરિકન ફાઈટર જેટને તોડી પાડ્યું
ઈરાને કુવૈતમાં એક અમેરિકન ફાઈટર જેટને તોડી પાડ્યું છે. તે ઈરાની ડ્રોન હતું જેણે તેને તોડી પાડ્યું હોવાનો દાવો કરાયો છે.
-
સુરત: પશુપાલકો માટે ખુશીના સમાચાર
-
રાજ્યમાં ગરમીની થઈ શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
રાજ્યમાં ગરમીની થઈ શરૂઆત થઇ ગઇ છે. અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર થયુ છે. સૌથી વધુ ગરમી ડિસામાં 36 ડિગ્રી નોંધાઈ. અમદાવાદમાં 34.2, ભૂજમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 34.7 ડિગ્રી, વડોદરામાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું.
-
રાજકોટ: ન્યારી ડેમ નજીકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
રાજકોટ: ન્યારી ડેમ નજીકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. પામ વિલા નજીક આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી. ચાર જેટલા ફાયર ફાઈટરે આગને કાબૂમાં લેવાની જહેમત ઉઠાવી. આગના બનાવમાં હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. આગને પગલે મંડપ, ડેકોરેશન સહિતનો સામાન બળીને ખાખ થયો છે.
-
મધ્ય પૂર્વમાં બદલાતી રાજકીય પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં અડચણો
IGT દિલ્હી એરપોર્ટે સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું કે મધ્ય પૂર્વમાં બદલાતી રાજકીય પરિસ્થિતિને કારણે, પશ્ચિમ તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ વિક્ષેપોનો સામનો કરી રહી છે અને તેના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
#WATCH | Visuals from the IGI Airport. Delhi Airport tweeted on X, “Due to the evolving political situation in the Middle East, westbound international flights continue to experience disruptions and schedule changes.” pic.twitter.com/HuClq0erhL
— ANI (@ANI) March 2, 2026
-
સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી
સુરત ખાતે મળેલી અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં પ્રધાન કુંવરજી બાવળિયાએ કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી સંગઠન એજ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી.
-
પીએમ મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે વાત કરી
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પ્રાદેશિક પરિસ્થિતિ પર ટેલિફોન દ્વારા ચર્ચા કરી. ભારતે તાજેતરના વિકાસ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને ટોચની પ્રાથમિકતા તરીકે ભાર મૂક્યો. ભારતે દુશ્મનાવટનો વહેલાસર અંત લાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.
Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India’s concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu
— Narendra Modi (@narendramodi) March 1, 2026
Published On - Mar 02,2026 7:27 AM
Follow Us
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?