Mathiya Recipe : દિવાળી પહેલા ઘરે બનાવો બજાર જેવા મઠીયા, આ ટીપ્સ અપનાવવાનું ભૂલતા નહીં
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગૃહિણીઓ ઘરે વિવિધ પ્રકારના નાસ્તા બનાવતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો મઠીયા ઘરે બનાવવાનું ટાળે છે. તો આજે ઘરે સરળતાથી મઠીયા ઘરે કેવી રીતે બનાવાય તેની રેસિપી જાણીશું.

કેટલાક લોકોને બજાર જેવા મઠીયા બનાવવા ખૂબ જ મુશ્કેલ લાગે છે. પરંતુ કેટલીક ટીપ્સ અપનાવી ઘરે સરળતાથી બનાવી શકે છે.

મઠીયા બનાવવા માટે મઠનો લોટ, અડદનો લોટ, સફેદનું મરચું, મીઠું, ખાંડ, અજમો, તેલ સહિતની વસ્તુની જરુર પડશે.

હવે મઠીયા બનાવવા માટે સૌથી પહેલા એક કપ ગરમ પાણીમાં ખાંડ ઉમેરી ઓગાળી લો. ત્યારબાદ બીજા કપમાં પાણી લઈને સફેદ મરચુ, મીઠું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો.

આ પછી મઠનો લોટ અને અડદનો લોટ ચાળીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં બંન્ને પાણી ઉમેરી બરાબર લોટ બાંધી લો. લોટ બાંધતા સમયે ધ્યાન રાખો કે લોટ કઠણ હોવો જોઈએ.

હવે લોટને થોડુ તેલ નાખી સારી રીતે કૂટીને ખેંચો. લોટ એકદમ નરમ પડી જાય ત્યાં સુધી ખેંચી લો. હવે આ લૂઆને થાળી પર પ્લાસ્ટિક મુકી તેના પર તેલ લગાવી પાતળા મઠિયા વણી લો.

મઠિયા ઉપરાઉપરી મુકતા જાવ જેથી સુકાય નહી. ત્યારબાદ તેલને ગરમ કરો અને મધ્યમ આંચ પર તળી લો. આ પછી તમે ચા-સાથે નાસ્તામાં ખાઈ શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
