Alia-Ranbir Wedding Party: આલિયા-રણબીરની લગ્ન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્રિટીનો જમાવડો, જુઓ PHOTOS
Alia-Ranbir Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલના રોજ પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની પાર્ટીમાં ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને તેની બહેન રિદ્ધિમા કપૂર અને તેના પતિ તેમના બાંદ્રા સ્થિત ઘરે જોવા મળ્યા હતા.

આ પાર્ટીમાં કરણ જોહર, ડિરેક્ટર લવ રંજન તેની પત્ની સાથે પહોંચ્યા હતા અને અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન પણ આ પાર્ટીમાં પહોંચી હતી.

મલાઈકા અરોરા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની પાર્ટીમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે પીંક કલરનો ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

હવે મલાઈકા હોય, ત્યાં તેનો કથિત બોયફ્રેન્ડ અર્જુન કપૂર ત્યાં ન હોય એવુ બની શકે નહીં. આ પાર્ટીમાં તેની સાથે અર્જુન પણ આવ્યો હતો.

રણબીર-આલિયાના લગ્નની પાર્ટીમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

રણબીર કપૂરનો ભાઈ આધાર જૈન અભિનેત્રી તારા સુતારિયા સાથે એક જ કારમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તારા ખૂબ જ સુંદર અવતારમાં જોવા મળી હતી.