આ છે દુનિયાના સૌથી નાના દેશો, તેના કરતા મોટા હશે ભારતના ગામ
World Smallest Countries: આ દુનિયા રહસ્યોથી ભરપૂર છે. દુનિયાના ખૂણે ખૂણે સુંદર અને આશ્ચર્યથી ભરપૂર જગ્યાઓ છે. ચાલો જાણીએ એવા દેશો વિશે, જે ભારતના ગામ કરતા પણ નાના હશે.

દુનિયાના સૌથી નાના દેશોની લિસ્ટમાં વેટિકન સિટીનું નામ સૌથી પહેલા આવે છે. આ દેશની જનસંખ્યા લગભગ 1000 જેટલી છે. અને તે માત્ર 110 એકડમાં જ છે. આ ઐતિહાસિક દેશ લિયોનાડો દા વિન્ચી અને માઈકલ એન્જેલો સહિત દુનિયાના મોટા કલાકારો સાથે જોડાયેલો છે. તે દુનિયાભરના ઈસાઈઓ માટે પવિત્ર સ્થળ છે.

દુનિયામાં બીજો સૌથી નાનો દેશ છે મોનાકો. જે ફકત 499 એકડમાં ફેલાયેલો છે. આ દેશ નાનો છે પણ ભવ્ય છે. તે ખુબ જ સુંદર દેશ છે. ત્યાના મોન્ટે કૈસીનો અને ગ્રાંડ પ્રિક્સ મોટર રેસિંગ ઈવેન્ટ દુનિયામાં પ્રસિદ્ધ છે. ઘણા લોકો આ દેશની મુલાકાત લેવાનું પંસંદ કરે છે.

આ લિસ્ટમાં ત્રીજો દેશ આવે છે નાઉરુ. આ દેશને પહેલા પ્લેજેન્ટ આઈલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. આ દેશની જનસંખ્યા 13000ની આસપાસ છે. આ દેશ ઓસ્ટ્રેલિયાના પૂર્વમાં છે. આ દેશ ખૂબ જ શાંત પર્યટક સ્થળોથી ઘેરાયેલો છે.

તુવાલુ પોલિનેશિયા આ લિસ્ટમાં ચોથો દેશ છે. તેને પૂર્વમાં એલિસ દ્વીપ સમૂહના રુપમાં ઓળખવામાં આવે છે. તેની જનસંખ્યા 11000 જેટલી છે.

સેન મેરિનો પણ આ લિસ્ટમાં આવે છે. તે આ લિસ્ટમાં પાંચમાં નંબરે છે. તેની જનસંખ્યા 33000 છે. સુંદર દેશનું મુખ્ય આકર્ષણ તેના મહેલો છે, જે જાદુઈ લાગે છે. અને તે પહાડો ઉપર છે. આ દેશની અર્થવ્યવસ્થા પર્યટક સ્થળો અને ઉદ્યોગો પર આધાર રાખે છે.