AI ટ્રેન્ડ વાળા ફોટો બનાવવામાં ખતરો ! Gemini એ ખુદ આપ્યો જવાબ
AI નો ઉપયોગ કરીને પોતાના અનોખા અને સુંદર ફોટા જનરેટ કરી રહ્યા છે. કેટલાકને આ ટ્રેન્ડ રમુજી લાગે છે, તો કેટલાક તેના જોખમો વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ અંગે અમે ખુદ જેમિનીને પુચ્છુ કે શું ખરેખર AIનો ઉપયોગ કરીને ફોટા બનાવવામાં ખતરો છે, ત્યારે તેના જવાબમાં જેમિનીએ શું કહ્યું જુઓ અહીં.

જેમિની નવો ટ્રેન્ડ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો AI નો ઉપયોગ કરીને પોતાના અનોખા અને સુંદર ફોટા જનરેટ કરી રહ્યા છે. કેટલાકને આ ટ્રેન્ડ રમુજી લાગે છે, તો કેટલાક તેના જોખમો વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ અંગે અમે ખુદ જેમિનીને પુચ્છુ કે શું ખરેખર AIનો ઉપયોગ કરીને ફોટા બનાવવામાં ખતરો છે, ત્યારે તેના જવાબમાં જેમિનીએ શું કહ્યું જુઓ અહીં.

નાની ભૂલને કારણે ડેટા લીક થવાનો ભય: ગુગલના AI પ્લેટફોર્મ જેમિનીએ કહ્યું છે કે નવા ટ્રેન્ડ્સની શોધમાં બેદરકાર રહેવા બદલ વપરાશકર્તાઓને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. તેમની ગોપનીયતાનું જોખમ જેમિની નેનો બનાના કે ગુગલના સત્તાવાર જેમિની ટૂલથી નથી, પરંતુ પસંદગીની નકલી એપ્લિકેશનો અને વેબસાઇટ્સથી છે, જે આ ટ્રેન્ડનો લાભ લઈ રહ્યા છે. સાયબર હુમલાખોરો આવી થર્ડ-પાર્ટી એપ્લિકેશનો અને વેબસાઇટ્સ બનાવે છે, જે આ ટ્રેન્ડ્સ જેવા AI ફોટા જનરેટ કરવાનો દાવો કરે છે, પરંતુ વપરાશકર્તાઓનો ડેટા ત્યાં બિલકુલ સુરક્ષિત નથી. એકવાર તમારો ડેટા ખોટા હાથમાં જાય, પછી તમારી ઓળખ ચોરી શકાય છે અને નકલી પ્રોફાઇલ બનાવીને તમારા નામે ખોટી વસ્તુઓ કરી શકાય છે. તેવી જ રીતે, ડેટા વેચીને નાણાકીય છેતરપિંડી કરી શકાય છે અને તમારા ચહેરા સાથે અશ્લીલ ફોટા અથવા વિડિઓઝ જનરેટ કરી શકાય છે. આવી સ્થિતિમાં, બ્લેકમેઇલિંગનું જોખમ પણ હોઈ શકે છે.

ખોટી માહિતી ફેલાવવા: AI ની મદદથી, ખૂબ જ વાસ્તવિક દેખાતા ચિત્રો બનાવવાનું સરળ બન્યું છે. તેનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા માટે થઈ શકે છે, જે લોકોમાં મૂંઝવણ અને ભય પેદા કરી શકે છે.

ગોપનીયતાનું ઉલ્લંઘન: જો કોઈ AI મોડેલને કોઈ વ્યક્તિના ખાનગી ફોટા અથવા ડેટા પર આપી ઈમેજ બનાવે તો તે વ્યક્તિની ગોપનીયતાને જોખમમાં મૂકી શકે છે. કોઈપણ તમારા ચહેરાનો ઉપયોગ કરીને એવા ફોટા બનાવી શકે છે જે વાસ્તવિક નથી, જે વ્યક્તિગત અને સામાજિક બંને સમસ્યાઓનું કારણ બની શકે છે.

સાયબર ધમકી અને પજવણી: AI-જનરેટેડ ફોટાનો ઉપયોગ કોઈને હેરાન કરવા, ધમકાવવા અથવા શરમજનક બનાવવા માટે થઈ શકે છે. આ ખાસ કરીને એવા લોકો માટે હાનિકારક છે જેઓ પહેલાથી જ ઓનલાઈન પજવણીનો સામનો કરી રહ્યા છે.

ડીપફેક બનાવી શકે : જ્યારે વાસ્તવિક અને નકલી ફોટા વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે, ત્યારે આપણે ડિજિટલ માહિતી પર વિશ્વાસ કરવાનું બંધ કરી શકીએ છીએ. આ ડીપફેક ટેકનોલોજીનો મોટો ખતરો છે, જ્યાં વિડિઓઝ અને ફોટાનો ઉપયોગ લોકોને એવી વાતો કહેતા અથવા કરતા બતાવવા માટે કરી શકાય છે જે તેમણે ક્યારેય કરી ન હોય. થોડા સમય પહેલા અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વાયરલ થયો હતો તે બધાને યાદ જ છે. આથી આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
ફોનના Bluetooth સાથે હેડફોન કનેક્ટ નથી થઈ રહ્યા? તો બસ કરી લો આ એક કામ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
