Breaking News: લેટર બોમ્બ બાદ ધારાસભ્ય કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
વડોદરામાં રાજકીય ગરમાવો યથાવત છે. અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સામે અસંતોષ વ્યક્ત કર્યા બાદ હવે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કેતન ઈનામદારે જિલ્લા સંકલન બેઠકનો ખુલ્લેઆમ બહિષ્કાર કર્યો છે.
વડોદરામાં રાજકીય ગરમાવો યથાવત છે. અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સામે અસંતોષ વ્યક્ત કર્યા બાદ હવે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કેતન ઈનામદારે જિલ્લા સંકલન બેઠકનો ખુલ્લેઆમ બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે સંકલન બેઠક હવે માત્ર એક ફોર્માલિટી બની ગઈ છે અને તેમાં રજૂ કરાયેલા પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો નથી.
પ્રશ્નોનું નિરાકરણ નહીં, સંકલન બેઠકમાં હાજરી નહીં
ધારાસભ્ય કેતન ઈનામદારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે છેલ્લા અનેક સંકલન બેઠકમાં તેમના દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો આજે પણ પડતર છે. ન તો પ્રશ્નોનું નિરાકરણ થયું છે અને ન તો તેના માટે કોઈ ગંભીર પ્રયાસ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં હાજરી નહીં આપવાનો તેમનો સ્પષ્ટ ઇનકાર છે.
આ બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ શહેરની બહાર હોવાના કારણસર અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સ્થાનિક કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલાએ સંકલન બેઠકમાં હાજરી આપી હતી અને બેઠક મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.
વિવાદ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું કે પ્રજાના પ્રશ્નો રજૂ કરવી તેમની જવાબદારી છે અને તે નિભાવશે. જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ પણ વિકાસના મુદ્દે રજૂઆતો છતાં યોગ્ય ધ્યાન ન અપાતું હોવાની વાત સ્વીકારી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત

