AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા, NID અમદાવાદની અનોખી રચના, જુઓ Video

Breaking News : નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા, NID અમદાવાદની અનોખી રચના, જુઓ Video

| Updated on: Jan 17, 2026 | 12:46 PM
Share

ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની આમંત્રણ પત્રિકા આ વખતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજરી આપનારા મહેમાનોને આ વિશેષ આમંત્રણ તેમના નિવાસસ્થાને મોકલવામાં આવશે.

ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની આમંત્રણ પત્રિકા આ વખતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ આમંત્રણ પત્રિકા ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. તેમાં કેટલીક વિશેષતા રહેલી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજરી આપનારા મહેમાનોને આ વિશેષ આમંત્રણ તેમના નિવાસસ્થાને મોકલવામાં આવશે.

આમંત્રણ પત્રિકાની શું છે વિશેષતા ?

આ આમંત્રણ પત્રિકાની રચના નોર્થ ઈસ્ટ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. તેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા જેવા પૂર્વોત્તર રાજ્યોની લોકહસ્તકલા અને કલાત્મક ઓળખ રજૂ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં પૂર્વોત્તર ભારતના 350થી વધુ કુશળ કારીગરોએ NID અમદાવાદની ટીમ સાથે મળીને સહકાર આપ્યો હતો. માત્ર 45 દિવસના સમયમાં NID દ્વારા એક હજાર ‘અષ્ટલક્ષ્મી’ હેન્ડમેડ કિટ્સ તૈયાર કરવામાં આવી છે, જે ભારતીય હસ્તકલા કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

આ આમંત્રણ પત્રિકામાં વણાયેલા વાંસથી તૈયાર કરેલી સાદડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં લૂમ પર રંગીન સુતરાઉ દોરા અને વાણ પર બારીક હમ્બુ સ્પ્લિટ વડે નાજુક અને કલાત્મક ડિઝાઇન ઊભી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">