સૌથી મોટા ગાલ ધરાવતી મહિલા, વાયરલ ફોટોઝ જોઈને દંગ થઈ દુનિયા !
Viral Photos : યૂક્રેનની એક મોડલના ફોટોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જાણવા મળ્યુ છે કે આ મહિલાના નામે દુનિયાના સૌથી મોટા ગાલ ધરાવવાનો રેકોર્ડ છે.


યૂક્રેનની એક 33 વર્ષની મોડેલ એનાસ્તાસિયા પોક્રેશચુકએ પોતાના ગાલ પર ઘણીવાર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, જેના કારણે તેના ગાલનો ભાગ વધી ગયો છે.

જોકે સોશિયલ મીડિયા પર તેના 6 વર્ષ જૂના ફોટોઝ પણ વાયરલ થયા રહ્યા છે. જેમાં તેને તમે ઓળખી પણ નહીં શકો. 6 વર્ષ પહેલા તેના ગાલ હંમણા જેવા નહીં હતા.

એનાસ્તાસિયા પોક્રેશચુકએ પોતાના મોટા ગાલના ફોટા સાથે તેના 6 વર્ષ જૂના ફોટોને પણ શેર કર્યો છે. આ ફોટો તેના જીમના વર્કઆઉટ દરમિયાનનો ફોટો છે. આ ફોટોમાં તેનો ચહેરો સ્લિમ હતો. તેણે પોતાની ઈચ્છાથી સર્જરી કરવી જેને કારણે તેના હોઠ અને ગાલનો ભાગ વધી ગયો.

ઈન્સ્ટાગ્રામ પર લોકો તેના જૂના ફોટોને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો તેને કમેન્ટ કરીને કહી રહ્યા છે કે, તારો જૂનો લૂક સૌથી સારો હતો.

સોશિયલ મીડિયા પર લોકો તેના હાલના લૂકની ખુબ આલોચના કરી રહ્યા છે. જોકે તેણે પોતા ગાલનો ભાગ વધારવા માટે આ સર્જરી પોતાની મરજીથી કરાવી હતી.

































































