AI - Artificial Intelligence આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અથવા AI, એક એવી ટેકનોલોજી છે જે કમ્પ્યુટરને માનવ બુદ્ધિ જેટલું જ સારું બનાવવા માટે રચાયેલ છે. તેનો પ્રાથમિક ધ્યેય મશીનોને શીખવા, સમસ્યાઓ ઉકેલવા અને નવી વસ્તુઓ સમજવા માટે પૂરતી બુદ્ધિશાળી બનાવવાનો છે. AI ની કુશળતા અને જરૂરિયાતો આ પાંચ બાબતોની આસપાસ ફરે છે.
મશીન લર્નિંગ – મશીનોને ડેટામાંથી સીધા શીખવા માટે સક્ષમ બનાવવું, તેમને સ્વતંત્ર રીતે નવા ડેટા પર પ્રક્રિયા કરવા અને સમજવા માટે સક્ષમ બનાવવું. ન્યુરલ નેટવર્ક્સ – માનવ મગજના મોડેલ પર, તેનો ઉપયોગ શીખવા અને નિર્ણયો લેવા માટે થઈ શકે છે.
કુદરતી ભાષા પ્રક્રિયા – આ કમ્પ્યુટર્સને માહિતીને સમજવા અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે, AI ને પ્રશ્નોના જવાબ આપવા, ભાષાનું ભાષાંતર કરવા અને સામગ્રી સમજવા માટે સક્ષમ બનાવે છે.
કમ્પ્યુટર વિઝન – આ કમ્પ્યુટર્સને છબીઓ અને વીડિઓમાંથી માહિતી એકત્રિત કરવા અને સમજવામાં મદદ કરે છે.
નિષ્ણાત સિસ્ટમો – દવા અને નાણાં જેવા ચોક્કસ ક્ષેત્રોમાં કુશળતા સાથે કમ્પ્યુટર પ્રદાન કરવા માટે માનવ બુદ્ધિનો ઉપયોગ કરે છે.
રોબોટિક્સ – AI નો ઉપયોગ રોબોટિક્સમાં પણ થાય છે, જે રોબોટ્સને સ્વતંત્ર બનવા અને નવા સ્થળોએ કામ કરવા દે છે.
AI ની દુનિયામાં નવું શું છે, તમે AI ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો, અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે ? અમે તમને આ બધી માહિતી આ ટોપિકથી પૂરી પાડીશું.
Read MoreBreaking News: TRAIનો સ્પામ અને ફ્રોડ કોલ્સ સામે મોટો એક્શન પ્લાન, સ્પામ કોલમાં ગ્રાહકની ફરિયાદ વિના જ લેવાશે પગલાં
TRAIના નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીઓની AI આધારિત સિસ્ટમ કોઈ કોલરને શંકાસ્પદ સ્પામર તરીકે ઓળખી કાઢે તો ગ્રાહકની ફરિયાદ વિના જ તેની સામે કાર્યવાહી કરી શકશે.
- Tanvi Soni
- Updated on: Sep 30, 2026
- 9:25 am
જેને માણસે બનાવ્યુ એ AI શું માનવજાતના વિનાશનું કારણ બનશે? સેમ ઓલ્ટમેન-એમોડેઇની ચેતવણીથી ખળભળાટ
હાલ AI ની જે નવી ટેકનોલોજી આવી છે તેને બનાવવા પાછળ માણસના કામને સરળ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સમગ્ર માનવ જાત માટે તેને એક સુરક્ષા કવચ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ઢાલ જ એટલી શક્તિશાળી થઈ ગઈ છે કે તે હવે માનવ જાત માટે જ સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ વાતો કોઈ સાયન્સ ફિક્શન મુવીની પટકથા જેવી લાગે છે પરંતુ આ આજના સમયની હકીકત બની ચુકી છે. AI હવે તેને અપાતા કમાન્ડને અનુસરવાને બદલે ખુદના કમાન્ડ લઈ રહ્યુ છે. તાજેતરમાં જ એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે જેમા AI એ કમાન્ડ મળ્યા વિના કેટલાક સોફ્ટવેર કે વેબસાઈટને તેમણે હેક કરી લીધા હતા. ત્યારે AI ડેવલપ કરનારી અને તેના પર કામ કરનારી દિગ્ગજ કંપનીના CEO ની પણ ચિંતા બન્યુ છે. તાજેતરમાં જ આ ટેક કંપનીના CEO એ ભવિષ્યમાં AI ના જોખમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. AI બનાવનારા કંપનીના દિગ્ગજો જણાવી રહ્યા છે કે AI માનવજાતિ માટે સૌથી ખતરો છે.
- Mina Pandya
- Updated on: Sep 28, 2026
- 9:02 pm
Breaking News: AI થી 100 કરોડ લોકોના જીવ જઈ શકે છે: બિલ ગેટ્સ, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડરે આપી ‘મોટી ચેતવણી’
વિશ્વભરમાં જ્યાં એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, તો બીજી તરફ તેના ગંભીર જોખમોને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા ઘેરી બની છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે AI ના દુરુપયોગ અંગે અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે, AI નો ઉપયોગ એક અબજ લોકોના મોતનું કારણ બની શકે છે.
- Ravi Prajapati
- Updated on: Sep 27, 2026
- 10:15 pm
Breaking News : CEOના નકલી અવાજથી આવ્યો AI કોલ, બેંક ચેરમેને ટ્રાન્સફર કર્યા ₹1,034 કરોડ ! જાણો આખો ફ્રોડ
AI ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોસ બનીને ફોન કરીને બેંકના વરિષ્ઠ અધિકારીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે.
- Dhruval Shah
- Updated on: Sep 27, 2026
- 8:51 am
Breaking News : ChatGPT સામે ગંભીર કેસ, સ્કૂલ ફાયરિંગમાં શૂટરને મદદ કરવાનો આરોપ !
ChatGPTની ભૂમિકાને લઈને OpenAI સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ટમ્બલર રિજ ફાયરિંગ કેસમાં ChatGPTએ શૂટરને મદદ કરી હતી.
- Dhruval Shah
- Updated on: Sep 22, 2026
- 11:51 am
હવે ભણતર નહીં લાગે બોરિંગ ! બાળકો માટે ChatGPTના 5 ખાસ ફીચર્સ, વાલીઓની ચિંતા પણ થશે દૂર
ChatGPT for Teens ના 5 ફીચર્સ બાળકોના અભ્યાસને સરળ અને મજેદાર બનાવી શકે છે. Study Mode, Quiz અને Visual Learning જેવી સુવિધાઓ બાળકોને વધુ સારી રીતે શીખવામાં મદદ કરી શકે છે.
- Dhruval Shah
- Updated on: Sep 20, 2026
- 10:29 am
Breaking News: AIની એક ભૂલ અને થઈ જાત અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ! ટ્રમ્પની સેનાએ કરી લીધી હતી હુમલાની તૈયારી
AIના એક ક્ષતિપૂર્ણ અહેવાલને કારણે, અમેરિકી સૈન્ય મધ્ય પૂર્વમાં ચીની જહાજને આંતરવાની તૈયારી કરી રહ્યું હતું. આ અહેવાલમાં પરમાણુ હથિયારોના ઘટકોની હાજરી હોવાનું જણાવાયું હતું; પરંતુ ભૂલ ધ્યાનમાં આવતાં જ આ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
- Devankashi rana
- Updated on: Sep 19, 2026
- 10:51 am
AI Skills for Career : AIના યુગમાં આ 6 સ્કિલ તમારી કારકિર્દી માટે બનશે સુપર પાવર, એક્સપર્ટે ભારતીયોને આપી સલાહ
AI ના વધતા પ્રભાવ વચ્ચે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માત્ર ડિગ્રી પૂરતી નથી. બદલાતા વૈશ્વિક રોજગાર બજારમાં સફળતા માટે વ્યવહારુ, ડિજિટલ અને AI સંબંધિત કૌશલ્યો વિકસાવવા અનિવાર્ય છે.
- Sagar Solanki
- Updated on: Sep 16, 2026
- 10:00 am
AI નો કમાલ: હવે IRCTC પર જાતે જ સર્ચ કરશે ટ્રેન અને ભરશે પેસેન્જર ફોર્મ, જાણો કેવી રીતે થયો આ અદભુત પ્રયોગ
IRCTC પર ટિકિટ બુક કરવાનું કામ હવે AI એ સાવ સરળ બનાવી દીધું છે. એક કન્ટેન્ટ ક્રિએટરે OpenAI ના નવા GPT-6 Astra મોડલની મદદથી માત્ર એક નાના વોઇસ કમાન્ડ દ્વારા ટ્રેન સર્ચ કરવાથી લઈને પેસેન્જર ફોર્મ ભરવા સુધીનું બધું જ કામ AI પાસે ઓટોમેટિક કરાવી દીધું, જેમાં તેણે ફક્ત પેમેન્ટ જ કરવાનું બાકી રહ્યું હતું.
- Sachin Agrawal
- Updated on: Sep 15, 2026
- 8:36 pm
AI Retro Photo Trend : 1980s AI રેટ્રો સેલ્ફી ટ્રેન્ડની અસલી કિંમત કેટલી? તમારી એક ક્લિકથી વેડફાઈ રહ્યું છે કેટલાય લિટર પાણી અને વીજળી
1980 ના દાયકાના AI ફોટો ટ્રેન્ડને કદાચ ક્યારેય એક મોટી પર્યાવરણીય ઘટના તરીકે યાદ ન રાખી શકાય, કારણ કે આપણે ફક્ત રેટ્રો ફોટા જોઈએ છે. આ ફોટો પ્રોસેસર, સર્વર, વીજળી, કૂલિંગ સાધનો અને ઘણા કિસ્સાઓમાં પાણીનો પણ ઉપયોગ કરે છે.
- Dhruval Shah
- Updated on: Sep 15, 2026
- 10:50 am
Trending Video: હવે ટ્રેન ટિકિટ બુક કરવા લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, એક મેસેજ આપ્યો ને AI એ ટિકિટ બુક કરી દીધી
શું AI હવે આપણા રોજિંદા કામો અને ટિકિટ બુકિંગ પણ જાતે જ કરી દેશે? સોશિયલ મીડિયા પર એક ક્રિએટરનો GPT સાથેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાત એમ છે કે, ક્રિએટરે ફક્ત એક પ્રોમ્પ્ટ આપ્યો અને AI એ મુંબઈથી રાજકોટની ટિકિટ શોધવાથી લઈને ડિટેલ્સ ભરવા સુધીનું બધું કામ ઓટોમેટિક કરી દીધું.
- Ravi Prajapati
- Updated on: Sep 11, 2026
- 4:47 pm
Trending: ઇન્ટરનેટ પર છવાયો 1980 નો જાદુ, દિગ્ગજ નેતાઓ પણ બન્યા 40 વર્ષ જૂના જમાનાના ફેન
તમારી આજની સેલ્ફી જો 1980ના દાયકામાં લેવાઈ હોત તો કેવી દેખાતી હોત? આ સવાલ પાછળ આખું ઈન્ટરનેટ પાગલ થઈ ગયું છે. સાઉથની અભિનેત્રીઓથી લઈને કેન્દ્રીય મંત્રીઓ સુધીના દિગ્ગજો પણ પોતાને 40 વર્ષ જૂના જમાનામાં જોઈ રહ્યા છે! શું છે આ ટ્રેન્ડ અને તમે પણ મિનિટોમાં કેવી રીતે બનાવી શકો છો તમારી વિન્ટેજ તસવીર? જાણો અહીં.
- Sachin Agrawal
- Updated on: Sep 9, 2026
- 9:20 pm
Trending Video: શું તમે વાપરશો AI ટૂથબ્રશ ? કેમેરા દ્વારા રાખશે દાંતના ખૂણેખૂણા પર નજર, ખરીદતા પહેલા જાણો વાસ્તવિકતા
શું તમે પણ રોજ બ્રશ કરો છો છતાં મોંમાંથી દુર્ગંધ આવે છે કે દાંત પીળા જ રહે છે? જો હા, તો હવે ટેકનોલોજી તમારી આ મોટી સમસ્યાનો ઉકેલ લઈને આવી ગઈ છે. બજારમાં એક અનોખો AI કેમેરા ટૂથબ્રશ લોન્ચ થયો છે, જે તમારા મોંના ખૂણેખૂણાની સફાઈ લાઈવ સ્ક્રીન પર બતાવશે. ખાસ વાત એ છે કે, આ સ્માર્ટ બ્રશ દાંતની સફાઈમાં રિયલ-ટાઈમ ટ્રેકિંગ કરે છે.
- Ravi Prajapati
- Updated on: Sep 9, 2026
- 8:05 pm
UPI માં આવી રહ્યું છે જોરદાર ફીચર ! ગ્રોસરી ખરીદવાથી લઈને પેમેન્ટ સુધી… AI એજન્ટ સંભાળશે આખું કામ
ભારતમાં ડિજિટલ પેમેન્ટને વધુ સ્માર્ટ બનાવવા માટે NPCI 'યુનિફાઈડ એજન્ટ પ્રોટોકોલ' પર કામ કરી રહ્યું છે. આ નવા ફ્રેમવર્ક હેઠળ યૂઝર્સ AI એજન્ટને લિમિટેડ પેમેન્ટ ઓથોરિટી આપી શકશે, જેનાથી કરિયાણું ખરીદવા અને નાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે દર વખતે અલગથી પિન કે અપ્રૂવલ આપવાની જરૂર નહીં પડે.
- Sachin Agrawal
- Updated on: Sep 3, 2026
- 4:01 pm
Baba Vanga : સપ્ટેમ્બર 2026 માં સાચી પડી શકે છે બાબા વેંગાની આ ખતરનાક ભવિષ્યવાણી, ધ્રૂજી ઊઠશે રુવાંડા
શું સપ્ટેમ્બર 2026 માનવ ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય સાબિત થશે? બાબા વેંગાના દાવા મુજબ મહાભૂકંપ તો માત્ર શરૂઆત છે, ખરી તબાહી તો આકાશમાંથી આવવાની બાકી છે. વાંચો આ ચોંકાવનારો દાવો.
- Sachin Agrawal
- Updated on: Sep 2, 2026
- 6:08 pm