AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે ખુશખબર! આ દિગ્ગજ રિટેલ કંપની આપશે ‘ફ્રી બોનસ શેર’, જાણો ક્યારે છે ‘મહત્વની બેઠક’

રિટેલ સેક્ટરની એક દિગ્ગજ કંપની પોતાના રોકાણકારોને ટૂંક સમયમાં મોટી ભેટ આપી શકે છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આગામી 22 એપ્રિલના રોજ થનારી બોર્ડ મીટિંગમાં બોનસ શેર જાહેર કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે

| Updated on: Apr 17, 2026 | 6:59 PM
Share
ટાટા ગ્રુપની રિટેલ કંપની રોકાણકારોને મોટી ખુશખબર આપી શકે છે. કંપનીએ જાણકારી આપી છે કે, 22 એપ્રિલ 2026 ના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં બોનસ શેર જાહેર કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે.

1 / 5
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 ના ઓડિટેડ બિઝનેસ પરિણામોને મંજૂરી આપવાની સાથે ઇક્વિટી શેરધારકો માટે ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત બોનસ શેર બહાર પાડવાનો પ્રસ્તાવ પણ એજન્ડામાં જોડાયેલ છે, જેને અંતિમ રીતે શેરધારકોની મંજૂરી બાદ લાગુ કરવામાં આવશે.

2 / 5
ટ્રેન્ટ લિમિટેડે એ પણ જણાવ્યું છે કે, કંપની એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન (ESOP) લાગુ કરવા, વધારાનું ફંડ એકઠું કરવા (રાઈટ્સ ઈશ્યુ અથવા અન્ય માધ્યમો દ્વારા) અને અગાઉથી પેન્ડિંગ કેટલાક ઇક્વિટી શેરની ફાળવણી જેવા મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર પણ વિચાર કરશે.

3 / 5
ટ્રેન્ટ લિમિટેડના શેરમાં શુક્રવારે હળવો વધારો જોવા મળ્યો છે. સ્ટોક 0.53% વધીને ₹4105.95 પર બંધ થયો હતો, જ્યારે દિવસ દરમિયાન તેણે ₹4165 ની ઊંચી સપાટી અને ₹4085.30 ની નીચી સપાટી સ્પર્શી હતી. કંપનીનો અગાઉનો બંધ ભાવ ₹4084.30 હતો. શેર તેના 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તર ₹6259 થી ઘણો નીચે અને ₹3276.10 ના નીચલા સ્તરથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

4 / 5
કંપનીની માર્કેટ કેપ અંદાજે ₹1.45 લાખ કરોડ છે, જ્યારે ફ્રી-ફ્લોટ માર્કેટ કેપ ₹90,827 કરોડની આસપાસ છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ સ્ટોક મોંઘો જણાય છે, જ્યાં તેનો P/E રેશિયો 78 થી 90 ની વચ્ચે છે. વળી, EPS (TTM) ₹52.41 (સ્ટેન્ડઅલોન) અને ₹45.57 (કન્સોલિડેટેડ) નોંધાયો છે. ટ્રેડિંગ વોલ્યુમ મર્યાદિત રહ્યું હતું, જેમાં TTQ 0.57 લાખ શેર અને ટર્નઓવર ₹23.46 કરોડ નોંધાયું હતું. વિશ્લેષકોના મતે, મજબૂત ફંડામેન્ટલ્સ હોવા છતાં ઊંચા વેલ્યુએશનને કારણે રોકાણકારો સાવધ છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market: આંખ બંધ કરીને આ 6 શેરમાં રોકાણ કરી લો, દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપ્યો ‘BUY’નો સંકેત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">