AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા અસહકાર આંદોલનના કરાયા મંડાણ, અનાજનો પૂરતો જથ્થો ન પહોંચતા દુકાનદારોને હેરાનગતિ- Video

અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા અસહકાર આંદોલનના કરાયા મંડાણ, અનાજનો પૂરતો જથ્થો ન પહોંચતા દુકાનદારોને હેરાનગતિ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2026 | 4:46 PM
Share

અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. એપ્રિલ મહિનાનો પૂરતો જથ્થો ન પહોંચતા દુકાનદારોને હેરાનગતિ થતી હોવાનો સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આક્ષેપ કર્યો છે અને તમામ દુકાનદારોને અસહકારનું આંદોલન કરવા આહ્વાન કર્યુ છે.

અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા અસહકારનું આંદોલન શરૂ કરાયુ છે. ગુજરાતના 17 હજાર જેટલા દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સસ્તા અનાજની દુકાનોમાં એપ્રિલ મહિનાનો સસ્તા અનાજનો પૂરતો જથ્થો પહોચ્યો નથી. જો એપ્રિલનો જથ્થો જ પૂરતો ન આવ્યો હોય તો મે અને જૂન મહિનાનું ચલણ કેવી રીતે જનરેટ કરવુ તેવો સવાલ ગુજરાતની સસ્તા અનાજની દુકાન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કર્યો છે.

પ્રહલાદ મોદીએ જણાવ્યુ કે વારંવાર રજૂઆત કરવા છતાય સરકાર સાંભળવા તૈયાર નથી. પૂરવઠા વિભાગના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે પૂરવઠા વિભાગ દ્વારા મે મહિનાનું પરમિટ મુકવામાં આવ્યુ છે. હજુ એપ્રિલ મહિનાનો માલ પૂરતો પહોંચ્યો નથી. આ પરિસ્થિતિમાં દુકાનદારો હેરાન થઈ રહ્યા છે. આ જ કારણોસર ગુજરાતના 17 હજાર વાજબી ભાવના દુકાનદારો આહ્વાન કરતા તેમણે કહ્યુ કે એકપણ દુકાનદાર મે મહિનાનું ચલણ જનરેટ ન કરે. જ્યાં સુધી સરકાર, અધિકારીઓ સુધરે નહીં ત્યા સુધી પૈસા ન ભરે, ત્યાં સુધી આ કામથી અળગા રહો. તમામ દુકાનદારો આને અસહકારનું આંદોલન સમજીને ચાલે. સરકારને આ અંગે કોઈને કોઈ રસ્તો કાઢવો જ પડશે, તો જ વેચશુ.

Input Credit- Sachin Patil- Ahmedabad

નાસિકની TCS કંપનીમાં ચાલતા ધર્માન્તર રેકેટે અનેક કર્મચારીઓની જિંદગી બનાવી દીધી દોજખ, નોકરી કે નરક એ નક્કી કરવુ મુશ્કેલ- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">