AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: પાલનપુર, ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાના લાગ્યા પોસ્ટર, ઉમેદવારોના પ્રવેશ પર લગાવી રોક- Video

બનાસકાંઠાના પાલનપુર અને ડીસામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ હવે પોસ્ટર વોર શરૂ થયુ છે. પાલનપુર અને ડીસાના અનેક વોર્ડમાં રોડ, રસ્તા, લાઈટની સુવિધા ન મળતા સ્થાનિકોએ રાજકીય નેતાઓ અને તેમના કાર્યકરોની પ્રવેશબંધી કરતા પોસ્ટર લગાવ્યા છે.

Banaskantha: પાલનપુર, ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાના લાગ્યા પોસ્ટર, ઉમેદવારોના પ્રવેશ પર લગાવી રોક- Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2026 | 6:36 PM
Share

પાલનપુરના વોર્ડ નંબર 2, 3, 4, 5 અને 8માં સ્થાનિકોએ પોસ્ટર લગાવીને નેતાઓને પ્રવેશવા પર રોક લગાવી છે. સાથે જ ડીસામાં પણ વોર્ડ નંબર-2ના સ્થાનિકોમાં પણ રોષ ભભૂક્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે અત્યાર સુધી કોઈ પણ પક્ષના નેતાઓએ ગટર, પીવાનું પાણી અને રસ્તાની સુવિધા કરી નથી. જેને પગલે સ્થાનિકોએ સ્માર્ટ સિટીના વાયદા પર સવાલ ઉઠાવ્યા છે. એક સ્થાનિકનું કહેવુ છે કે ડીસાને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરાઈ રહ્યા છે. પરંતુ શમા વિસ્તારમાં રોડ, રસ્તા, લાઈટના ઠેકાણા નથી તો સ્માર્ટ સિટી કેવી રીતે કહેવાય.

આ તરફ પાલનપુરના વોર્ડ નં. 2 વોર્ડ નંબર 8 વોર્ડ નંબર 5 વોર્ડ નંબર 3 ના ડિપી વિસ્તારમાં સ્થાનિકોએ પોસ્ટર લગાવી રાજકીય નેતાઓ અને કાર્યકરોએ પ્રચાર માટે ન આવવા ચીમકી ઉચ્ચારી છે. જો કે સ્થાનિકોના આક્ષેપ છે કે ગત ચૂંટણીમાં આવેલા નેતાઓ વોટ લઇ છેલ્લા 5 વર્ષ સુધી વિસ્તારમાં ફરક્યા નથી તો છેલ્લા 5 વર્ષમાં સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં પણ આ નેતાઓ ખરા ઉતર્યા નથી. જેથી નેતાઓ અને કાર્યકરોના પ્રવેશ પર રોક લગાવી છે.

શહેરના વોર્ડ નં. 4 ના જનતા નગર વિસ્તારમાં પણ સ્થાનિકો દ્વારા પોસ્ટર લગાવી કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવા ચીમકી ઉચ્ચારાઈ છે. જનતાનગર વિસ્તારના રહીસોનો પણ આ જ મુદ્દો છે કે અહીંયાથી જીતેલા કોંગી નેતાઓ જીતીને ગયા બાદ આ વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં ખરા ઉતર્યા નથી અને તેને જ કારણે સ્થાનિકોમાં રોષ છે અને સ્થાનિકોએ કોંગી નેતાઓને ચૂંટણી પ્રચાર માટે ન આવવા ચીમકી ઉચ્ચારી છે. શહેરના વોર્ડ નંબર 8 ના કાળા હનુમાન વિસ્તારમાં આવેલી સીટી શાશ્વત સોસાયટીના રહીશો પણ નેતાઓના છેલ્લા 5 વર્ષ ના વર્તનને લઇ નારાજ છે.વિસ્તારમાં ગંદા અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોમાં રોસ છે. અને રોસે ભરાયેલા સ્થાનિક મહિલાઓ સહીતના લોકોએ વિરોધ પ્રદર્શન કરી નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવા ચીમકી ઉચ્ચારી દીધી છે

પરિસ્થિતિ એકલા પાલનપુરની નથી પરંતુ ડીસામાં પણ વોર્ડ નંબર બે ના રહીશોએ પણ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી છે ગત ટર્મમાં જે શાસકો હતા અને તેમનાથી પ્રજા પીડિત થઈ છે પાંચ વર્ષમાં પ્રજાના પાયાની સુવિધાઓ માટે કોઈ કામ કર્યા નથી અને જેને લઈને પ્રજાનો રોષ સાતમાં આસમાને છે. એટલેકે નગરપાલિકાઓમાં ખાસ કરીને ચૂંટણી બહિષ્કારની ચીમકી અને પોસ્ટર વોર શરૂ થયા છે

Input Credit- Atul Trivedi- Banaskantha

નાસિકની TCS કંપનીમાં ચાલતા ધર્માન્તર રેકેટે અનેક કર્મચારીઓની જિંદગી બનાવી દીધી દોજખ, નોકરી કે નરક એ નક્કી કરવુ મુશ્કેલ- વાંચો

Follow Us
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">