Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી, બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા
ગુજરાતમાં આગામી 48 કલાક સુધી આકરી ગરમી યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે ઉકળાટભર્યા હવામાનનો અનુભવ લોકો માટે વધુ કઠિન બની શકે છે.
ગુજરાતમાં હાલ ઉનાળાની તીવ્ર ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગામી 48 કલાક સુધી તેમાં કોઈ ખાસ રાહત મળવાની શક્યતા નથી, તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ વધુ તીવ્ર બની શકે છે.
2 દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે
હવામાન વિભાગ મુજબ, બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી આંશિક રાહત મળી શકે છે. જોકે, આ રાહત વચ્ચે પણ હવામાનમાં અચાનક ફેરફારની ચેતવણી આપવામાં આવી છે. વિભાગે ભરઉનાળામાં પણ માવઠાની શક્યતા દર્શાવી છે અને જણાવ્યું છે કે 19 અને 20 એપ્રિલના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.
ફરી કમોસમી વરસાદની શક્યતા
હવામાન વિભાગના અનુમાન મુજબ આ માવઠું ખાસ કરીને રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. ખેડૂતોને આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને પાકનું યોગ્ય સંરક્ષણ કરવાની સલાહ આપવામાં આવી છે. અચાનક વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી હોવાનું પણ જણાવાયું છે.
ખેડૂતો ચિંતામાં
આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને માવઠાની સ્થિતિ વચ્ચે હવામાનમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે. તેથી સામાન્ય જનતા અને ખેડૂતો બંનેને હવામાન વિભાગની તાજી સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Breaking News: ગુરુગ્રામથી બોલિવુડ સુધી..સોનાના નકલી સિક્કાથી છેતરતો હતો આ ગુજરાતી, એક્ટ્રેસ સાથે કર્યા લગ્ન, કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડી
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
