AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં બળબળતી બપોરે ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ, જુઓ તેની ખાસિયત આ વીડિયોમાં

અમદાવાદમાં બળબળતી બપોરે ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ, જુઓ તેની ખાસિયત આ વીડિયોમાં

Mihir Soni
| Edited By: | Updated on: Apr 17, 2026 | 3:21 PM
Share

અમદાવાદમાં આરસીસીના રોડ વિસતરી રહ્યાં છે, દિવસે ને દિવસે કોંક્રીટના જંગલો ઊભા થઈ રહ્યાં છે. વૃક્ષનો સોથ વળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિગને કારણે શહેરમાં ભર ઉનાળે 42 ડિગ્રી તાપમાન તો સામાન્ય થઈ ગયુ છે. આવા સમયે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભરબપોરના ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલને તડકાની અસર ના લાગે તે માટે શહેર પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

ઉનાળામાં અમદાવાદ શહેરમાં વધતી જતી કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. બળબળતા બપોરે ભરતડકામાં કલાકો સુધી ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને રાહત મળે તે માટે હવે કૂલિંગ જેકેટ આપવામાં આવી રહ્યા છે. હાલમાં આ પ્રોજેક્ટ ટ્રાયલ બેઝ પર છે. પરંતુ જો સફળ રહ્યાં તો શહેર ભરના ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલને આ કુલિંગ જેકેટ આપવામાં આવશે.

અમદાવાદમાં આરસીસીના રોડ વિસતરી રહ્યાં છે, દિવસે ને દિવસે કોંક્રીટના જંગલો ઊભા થઈ રહ્યાં છે. વૃક્ષનો સોથ વળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિગને કારણે શહેરમાં ભર ઉનાળે 42 ડિગ્રી તાપમાન તો સામાન્ય થઈ ગયુ છે. આવા સમયે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભરબપોરના ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલને તડકાની અસર ના લાગે તે માટે શહેર પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ હીટ સ્ટ્રોકનો ભોગ ના બને તે માટે કૂલિંગ જેકેટ આપવામાં આવ્યા છે. જેમાં બેટરીથી ચાલે તેવા નાના પંખા પણ લગાવેલા છે. જે જેકેટની અંદર હવાનું સર્ક્યુલેશન જાળવી રાખે છે. દેના કારણે શરીરનું તાપમાન જળવાઈ રહે છે.

ખાસ વાત એ છે કે, આ જેકેટ વજનમાં ખૂબ હળવા છે અને લાંબા સમય સુધી પહેરી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એક વખત ચાર્જ કર્યા પછી, જેકેટની અંદર રહેલા ફેન કેટલાંક કલાકો સુધી ચાલુ રહે છે. હાલમાં આ પ્રોજેક્ટ ટ્રાયલ બેઝ પર શરૂ કર્યો છે. અમુક ટ્રાફિક જવાનોને હાફ અને ફૂલ જેકેટ આપવામાં આવ્યા છે અને તેમનો ફીડબેક લઈ રહ્યા છીએ. જો પરિણામ સારું આવશે તો આખા શહેરમાં અમલ કરવામાં આવશે.

Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી, બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">