AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢના ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જો કરાયો! મહેશગિરી બાપુએ લગાવ્યા આરોપ, જુઓ વીડિયો

Breaking News : જૂનાગઢના ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જો કરાયો! મહેશગિરી બાપુએ લગાવ્યા આરોપ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2026 | 11:47 AM
Share

જૂનાગઢના ગિરનારના ધાર્મિક સ્થળો પર અન્ય સંપ્રદાય દ્વારા કબજાનો આરોપ લાગ્યો છે.હાલ સીતાવનની જગ્યા પાસે 2 હજાર જમીન અન્ય સંપ્રદાયોને વહેંચવામાં આવી છે.સમગ્ર મામલે 23 એપ્રિલના રોજ કલેક્ટરને રજૂઆત કરાવાની છે.

અંબાજી મંદિરમાં જે નોનવેજ અને દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલ ધાર્મિક જગ્યાઓ અન્ય સંપ્રદાયોને વેચવામાં આવી રહી છે. ગુરૂ દત્તાત્રેય શિખરના મહંત લાલઘુમ થયા છે. મહેશગિરી બાપુએ વીડિયો જાહેર કર્યો છે. જૂનાગઢવાસીઓ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મ ખતરામાં છે. તે અંગે પણ મહેશગિરી બાપુએ શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે આવી-આવી ઘટનાઓ છતાં જૂનાગઢમાં હજુ કોઈ જાગી નથી રહ્યું. અને હવે સીતાવનની 2 હજાર વાર જમીન અન્ય સંપ્રદાયને આપી દીધાં બાદ પણ લોકો શાંત છે.

મહેશગિરી બાપુનુ આહવાન

મહેશગિરી બાપુએ કહ્યું કે, એક એક ઈંચ જમીન પર ધીમે-ધીમે કબજો થઈ રહ્યો છે,મંદિરો પર કબજા થઈ રહ્યા છે, તેના નામ બદલાઈ રહ્યા છે.આજે જો નહીં જાગો તો તળેટીમાં તમે પગ પણ નહીં મુકી શકો,ભવનાથ તળેટીમા ચાલતા અન્નક્ષેત્રો અન્ય સંપ્રદાયોની દયાથી ચાલે છે. આવનારી 23 તારીખે કલેક્ટરને આવેદનનો કાર્યક્રમ છે. મોટી સંખ્યામાં સનાતનીઓ જોડાય તે માટે મહેશગિરી બાપુએ આહવાન કર્યુ છે.

થોડા સમય પહેલા ગીરનાર પર આવેલા અંબાજી શક્તિપીઠના ભંડારામાં કથિત મદિરાપાન અને નોનપાર્ટી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોયા બાદ હજારો ભાવિકોમાં રોષ ફેલાયો હતો. અને સનાતન ધર્મ માટે લાંછનરૂપ ઘટના ગણાવી હતી.

 

ગીરનાર પર આવેલા અંબાજી મંદિરમાં કથિત દારૂપાર્ટી તેમજ નોનવેજ પાર્ટીનો વીડિયો વાયરલ થતા SDM એ શરૂ કર્યો તપાસનો ધમધમાટ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">