AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોના-ચાંદીમાં સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી ‘મોટો નિર્ણય’, 15 બેંકને મળી ખાસ સત્તા

અક્ષય તૃતીયાના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સોના-ચાંદીના બજારમાં એક મોટો વળાંક આવ્યો છે. એવામાં દરેકના મનમાં એક જ સવાલ છે કે, શું આ વખતે સોનું સસ્તું થશે?

| Updated on: Apr 17, 2026 | 4:30 PM
Share
અક્ષય તૃતીયા પહેલાં જ કેન્દ્ર સરકારે સોના-ચાંદીના બજારને લઈને મોટો નિર્ણય લીધો છે. વાણિજ્ય મંત્રાલયે (Ministry of Commerce) ગોલ્ડ ઈમ્પોર્ટ (Gold Import) બાબતે રાહત આપી છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 31 માર્ચ, 2029 સુધી 15 બેંકને ગોલ્ડ અને સિલ્વર ઈમ્પોર્ટ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પગલું એવા સમયે આવ્યું છે, જ્યારે બજારમાં સપ્લાયને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી.

1 / 5
ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ની સૂચના મુજબ, RBI દ્વારા અધિકૃત 15 બેંક હવે ગોલ્ડ અને સિલ્વર બંનેની આયાત કરી શકશે. આમાં Axis Bank, ICICI Bank, HDFC Bank, SBI અને Yes Bank જેવા મોટા નામો છે. આ ઉપરાંત Union Bank of India અને SBER Bank ને માત્ર ગોલ્ડ ઈમ્પોર્ટની જ મંજૂરી આપવામાં આવી છે. આ સુધારો 'ફોરેન ટ્રેડ પોલિસી 2023' હેઠળ Appendix 4B માં કરવામાં આવ્યો છે.

2 / 5
ભારતમાં અક્ષય તૃતીયાને સોનાની ખરીદી માટે લગ્ન સિવાયની સૌથી મોટી સીઝન માનવામાં આવે છે, જે વાર્ષિક રિટેલ વેચાણમાં આશરે 15-20% સુધીનો ફાળો આપે છે. આવી સ્થિતિમાં આયાતની મંજૂરી મળવાથી બજારમાં સપ્લાય સુધરવાની આશા છે. તાજેતરના અઠવાડિયામાં ઊંચા ભાવોને કારણે માંગ થોડી નબળી રહી હતી પરંતુ કિંમતોમાં આવેલો સામાન્ય ઘટાડો તેને ફરીથી આકર્ષક બનાવી રહ્યો છે.

3 / 5
હવે આ નિર્ણયને કારણે અક્ષય તૃતીયા પર સોનું ઘટશે કે વધશે તેની ચોક્કસ આગાહી તો ન કરી શકાય પરંતુ હાલમાં ભારતીય બજારમાં ડીલર્સ પ્રતિ ઔંસ $4 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ $14 સુધીનું પ્રીમિયમ પણ જોવા મળ્યું છે. આ દર્શાવે છે કે, ફેસ્ટિવલ ડિમાન્ડ ધીમે ધીમે વેગ પકડી રહી છે. ઈમ્પોર્ટની પ્રક્રિયા સરળ થવાથી સપ્લાયમાં સુધારો થશે, જેનાથી કિંમતોમાં અતિશય ઉછાળા પર લગામ લાગી શકે છે પરંતુ મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે મોટા ઘટાડાની શક્યતા ઓછી છે.

4 / 5
સરકારનું આ પગલું અક્ષય તૃતીયા પહેલા બજારને સ્થિર કરવાની દિશામાં મહત્વનું માનવામાં આવે છે. આનાથી સપ્લાય ચેઈનમાં સુધારો થશે અને ખરીદદારોને સોના-ચાંદીની ઉપલબ્ધતા સરળતાથી મળી રહેશે. જો કે, કિંમતોની દિશા હજુ પણ ગ્લોબલ સંકેતો અને ડોલરની ચાલ પર નિર્ભર રહેશે, તેથી રોકાણ કરતા પહેલા બજારનું વલણ સમજવું જરૂરી છે.

5 / 5

Breaking News: 8 ટન ચાંદી અને 5 ટન સોનું ક્યાં ફસાયું? બજારમાં આવનારા આ સમાચાર પર છે ‘સૌની નજર’

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી

મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા

ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે

વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના

Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!

બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા

પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

g clip-path="url(#clip0_868_265)">