Breaking News : વડોદરાના પાદરાના લાંચિયા PI આવ્યા લપેટામાં, લવ જેહાદનો કેસ ન કરવાં માટે 6 લાખ માગ્યા હતા, જુઓ વીડિયો
વડોદરાનાં પાદરાનાં પોલીસ ઇન્સ્પેક્ટર લાંચમાં ફસાયા છે. પોલીસ ઇન્સ્પેક્ટરે લવ જેહાદનો કેસ ન કરવાં માટે PI એ 6 લાખ માંગ્યા હતા. આ માટે તેમણે એક વચેટિયાને રાખ્યો હતો. જે પોલીસના હાથે ઝડપાયો છે, જ્યારે પીઆઈ ફરાર થયો છે.
વડોદરાના પાદરામાં એક એવી ઘટના સામે આવી છે કે, જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. કારણ કે, રક્ષક જ ભક્ષક બન્યો છે. જેને દેશની અને લોકોની સેવાના કામ કરવાના હોય તે આરોપી જ લાંચની માયાજાળમાં ફસાયો છે. જે કેસ મામલે કાર્યવાહી કરવાની હોય અને આરોપીને સામે લાવવાનો હોય છે. ત્યારે વડોદરાના પાદરાનાં પોલીસ ઇન્સ્પેક્ટરે લવ જેહાદનો કેસ ન કરવાં માટે PI એ 6 લાખ માંગ્યા હતા.આ મામલે વચેટિયો પકડાય જતાં પીઆઈ ફરાર થયા છે.
પીઆઈ ચારણ ફરાર
ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતુ. તમને જણાવી દઈએ કે,પીઆઈ ચારણ વતી લાંચ લેતાં વચેટિયો વેપારી પકડાયો છે. લવ જેહાદનો કેસ ન કરવાં માટે PI એ 6 લાખ માંગ્યા હતા. 6 લાખની લાંચની રકમ છેલ્લે 2 લાખ પર જઈ અટકી ગઈ હતી.એસીબીએ 2 લાખની લાંચ લેતા વચેટિયાને દબોચ્યો હતો. વચેટિયો પકડાઈ જતા લાંચિયો પીઆઈ ચારણ ફરાર થયા છે. હવે પીઆઈ ચારણ ક્યારે સામે આવે તે જોવું રહેશે.
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. અહી ક્લિક કરો
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
