AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તિજોરીના ‘સોના’ કરતા રોકાણનું ‘સોનું’ વધુ ફળ્યું ! એક વર્ષમાં 60% થી વધુ રિટર્ન સાથે રોકાણકારો થયા માલામાલ

આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં યુદ્ધ અને આર્થિક અસ્થિરતાનો માહોલ છે, ત્યારે રોકાણકારો માટે 'સોનું' ફરી એકવાર સૌથી સુરક્ષિત હથિયાર સાબિત થયું છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ગોલ્ડ ETF (Gold ETF) એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

| Updated on: Apr 17, 2026 | 5:21 PM
Share
છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સે (Gold ETFs) શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યાં ટોપ-10 સ્કીમ્સે લગભગ 63 ટકા સુધીનું વળતર આપ્યું છે. સોનાના ભાવમાં તેજ ઉછાળો અને વધતી જતી જીઓ-પોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોનું વલણ ઝડપથી ગોલ્ડ ઇટીએફ તરફ વધ્યું છે. ICRA એનાલિટિક્સના જણાવ્યા અનુસાર, આ માહોલમાં 'રિટેલ અને સંસ્થાકીય' બંને પ્રકારના રોકાણકારોએ ગોલ્ડ ઇટીએફમાં રસ દાખવ્યો છે, જેનાથી તે રોકાણનો એક પસંદગીનો વિકલ્પ બનીને ઉભર્યો છે.

1 / 8
આ સમયે બજારમાં કુલ 26 ગોલ્ડ ઇટીએફ ઉપલબ્ધ છે, જેમાંથી 6 સ્કીમ્સ વર્ષ 2025-26માં લોન્ચ થઈ છે. ગોલ્ડ ઇટીએફના વળતરના વિશ્લેષણથી જાણવા મળે છે કે, મોટાભાગના ફંડ્સમાં 1 વર્ષનું સરેરાશ વળતર આશરે 58.81% થી 62.85% ની વચ્ચે રહ્યું છે. બીજી તરફ, 5 વર્ષનું CAGR વળતર મોટાભાગના ફંડ્સમાં લગભગ 25.78% થી 26.11% ના દાયરામાં રહ્યું છે.

2 / 8
ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (Gold ETFs) ની વિવિધ સ્કીમ્સના વળતરના આંકડા જોતા ખબર પડે છે કે, છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને ઘણો સારો નફો મળ્યો છે. એક વર્ષના ગાળામાં Aditya Birla Sun Life Gold ETF એ સૌથી વધુ 62.85% વળતર આપ્યું છે, જેની પાછળ HDFC Gold ETF 62.59% અને UTI Gold ETF 61.60% સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. બિજી મુખ્ય સ્કીમ્સ જેમ કે ICICI Prudential Gold ETF (60.65%), Kotak Gold ETF (60.45%), Axis Gold ETF (60.33%), Mirae Asset Gold ETF (60.33%), Quantum Gold Fund – Growth (60.24%), Nippon India ETF Gold BeES (60.18%) અને Invesco India Gold ETF (60.02%) એ પણ 60% થી વધુનું નોંધપાત્ર વળતર આપ્યું છે.

3 / 8
ત્રણ વર્ષના સમયગાળામાં વળતરની વાત કરીએ તો, તમામ સ્કીમ્સમાં વળતરનો દર 33.34% થી 33.98% ની વચ્ચે રહ્યો છે, જેમાં Axis Gold ETF 33.98% સાથે મોખરે છે. પાંચ વર્ષના લાંબાગાળાના રોકાણ પર નજર કરીએ તો, મોટાભાગના ફંડ્સમાં વળતર 25.78% થી 26.08% ની આસપાસ સ્થિર જોવા મળે છે. ખાસ કરીને ICICI Prudential Gold ETF એ પાંચ વર્ષમાં સૌથી વધુ 26.08% વળતર આપ્યું છે. આ ડેટા દર્શાવે છે કે, સોનામાં રોકાણ લાંબાગાળે સ્થિરતા અને ટૂંકાગાળામાં (ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં) જંગી વળતર પ્રદાન કરે છે.

4 / 8
માર્ચ 2026 માં ગોલ્ડ ઇટીએફમાં નેટ ઇનફ્લો 2,265.68 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 77.21 કરોડ રૂપિયાનો નેટ આઉટફ્લો થયો હતો. માર્ચ 2021 માં ગોલ્ડ ઇટીએફમાં 662.45 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું. માસિક ધોરણે, ફેબ્રુઆરી 2026 ના 5,254.95 કરોડ રૂપિયાની સરખામણીએ માર્ચ 2026 માં ઇનફ્લો 56.88% ઘટી ગયો.

5 / 8
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગે સોનાની ચમક વધુ તેજ કરી દીધી છે. બજારમાં ઉતાર-ચઢાવ અને અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ ઝડપથી ગોલ્ડ ETFs તરફ વળ્યા, જેની અસર રોકાણના આંકડાઓમાં સ્પષ્ટ દેખાય છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા (AMFI) ના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડ ઇટીએફમાં 31,561 કરોડ રૂપિયાનું રોકાણ થયું, જે ગયા વર્ષના સમાન ગાળાના મુકાબલે લગભગ 6 ગણું વધારે છે. જાન્યુઆરી-માર્ચ 2025 માં આ આંકડો 5,654 કરોડ રૂપિયા હતો.

6 / 8
મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના સિનિયર એનાલિસ્ટ નેહલ મેશ્રામે કહ્યું, “જાન્યુઆરીમાં અસામાન્ય રીતે વધુ રોકાણ જોવા મળ્યું. આનું મુખ્ય કારણ જોખમથી બચવાની પ્રવૃત્તિ, પોર્ટફોલિયો રિબેલેન્સિંગ અને સોનાના ભાવમાં તેજી રહી છે. માર્ચમાં પોઝિટિવ ઇનફ્લો એ દર્શાવે છે કે, બજારની અનિશ્ચિતતા અને વ્યાપક આર્થિક ઉતાર-ચઢાવ વચ્ચે સોનું ડાયવર્સિફિકેશનના ટૂલ તરીકે રોકાણકારોને આકર્ષતું રહ્યું છે.”

7 / 8
માર્ચ 2026 માં ગોલ્ડ ઇટીએફનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 1,71,468.4 કરોડ રૂપિયા પહોંચી ગયું, જે માર્ચ 2021 ના 14,122.72 કરોડ રૂપિયાના મુકાબલે 5 વર્ષમાં 64.76% ના CAGR દરે વધ્યું છે. વાર્ષિક ધોરણે, નેટ AUM લગભગ બમણું થઈ ગયું છે અને માર્ચ 2025 ના 58,887.99 કરોડ રૂપિયાની સરખામણીમાં આશરે 191.18% ની વૃદ્ધિ નોંધાઈ છે. મજબૂત વળતરને કારણે વર્ષભરમાં ગોલ્ડ ઇટીએફના ફોલિયો 54.28 લાખ વધીને માર્ચ 2026 માં 1.24 કરોડ થઈ ગયા, જે માર્ચ 2025 માં 69.69 લાખ હતા. આ દર્શાવે છે કે, રોકાણકારોનું વલણ સોના સાથે જોડાયેલા ફંડ્સ તરફ ઝડપથી વધી રહ્યું છે.

8 / 8

Breaking News: સોના-ચાંદીમાં સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી ‘મોટો નિર્ણય’, 15 બેંકને મળી ખાસ સત્તા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">