TMKOC : ‘દયા’ પછી, શું ‘જેઠાલાલ’ અને ‘બબીતા’ પણ છોડી રહ્યાં છે શો ? રોશન સિંહ સોઢીના દીકરા ગોગીએ શું આપ્યો જવાબ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ઘણા લોકોની ફેવરિટ છે. આ શો એક એવો શો છે જે બધી ઉંમરના લોકો સાથે બેસીને જોઈ શકે છે. જો કે , શરુઆતથી અત્યાર સુધી, શોમાં ઘણા પાત્રોના કલાકારો બદલાયા છે.

દયાનું પાત્ર ભજવનાર દિશા વકાણી ઘણા એપિસોડથી શોમાં જોવા મળી રહી નથી. પરંતુ તાજેતરના એપિસોડમાં જેઠાલાલ અને બબીતા પર જોવા નથી મળી રહ્યા ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બંન્ને કલાકારો શો છોડી રહ્યાં છે.

જેઠાલાલ અને બબીતાજીના પાત્રો શોના પ્રિય પાત્રોમાંના એક છે. જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી અને બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા ભજવી રહ્યા છે. લોકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ ખૂબ ગમે છે.

જો જેઠાલાલ અને બબીતાના પાત્રો 17 વર્ષથી લોકોનું મનોરંજન કરતા આ શો છોડી દે છે, તો ચાહકો માટે તે ખૂબ જ ખરાબ સમાચાર હશે.

તાજેતરમાં, રોશન સિંહ સોઢીના પુત્ર ગોગીએ શોમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બંને પાત્રોના વિદાયના સમાચાર પર સ્પષ્ટતા આપી છે.

ગોગીએ ઈન્ટરવ્યુમાં જવાબ આપતા કહ્યું, મને નથી લાગતું કે તે શો છોડી દેશે, આ બધી અફવા છે.

ખરેખર, શોના તાજેતરના એપિસોડમાંથી જેઠાલાલ અને બબીતાના પાત્રોની ગેરહાજરીનું કારણ એ છે કે શોની સ્ટોરી અનુસાર, જેઠાલાલ, નટ્ટુ કાકા અને 'બાઘા' અને બીજી તરફ, બબીતા અને ઐય્યર મહાબળેશ્વરમાં વેકેશન માણી રહ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે લગભગ દરેક ઘરમા જોવાતો કોમેડી શો છે ત્યારે શોના દરેક કેરેક્ટરને ફેન્સે ભરપૂર પ્રેમ આપ્યો છે, ત્યારે તેને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































