દિલીપ જોષી
ઈન્ડિયન ટેલિવિઝનમાં દિલીપ જોષીનું બહુ મોટું નામ છે. તે ટીવીની સિરિયલો સાથે જોડાયેલા છે. તેમણે ઘણા મુવીમાં સપોર્ટિંગ રોલ પણ કરેલો છે. દિલીપ જોષીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદર જિલ્લામાં થયો હતો. તેમણે ઘણા ગુજરાતી નાટકમાં પણ કાર્ય કરેલું છે. તેમણે મુંબઈથી બી.કોમની ડિગ્રી મેળવી છે.
દિલીપ જોષીએ મૈંને પ્યાર કિયા, ખિલાડી 420, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, દિલ હૈ તુમ્હારા તેમજ હમ આપકે હૈ કૌન જેવી મુવીમાં પણ કામ કર્યું છે. તેમણે ક્યા બાત હૈ, કોરા કાગઝ, હમ સબ એક હૈ, યે દૂનિયા હૈ રંગીન, મેરી બીવી કમાલ કી, શુભ મંગલ સાવધાન વગેરે સિરિયલોમાં કામ કરીને ઘરે-ઘરે ફેમસ બન્યા છે. અત્યારે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી રહ્યા છે.
દિલીપ જોશી તેમના અંગત જીવનને ખાનગી રાખે છે. જ્યારે તેમની પુત્રી નિયતી જોશીના લગ્ન થયા ત્યારે તેઓ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા હતા. BCA કરતી વખતે, તેમને INT બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તેઓ 1985 થી 1990 સુધી ટ્રાવેલ એજન્સીના સહ-માલિક હતા.