Happy Birthday Taarak Mehta : ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ એટલે તારક મહેતા, આવો જાણીએ બર્થડે પર તેમની વાતો

વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. વર્ષ 2015માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:16 AM
આજે તારક મહેતાનો જન્મ દિવસ છે. તારક એક ભારતીય હાસ્ય કલાકાર, લેખક અને નાટ્યકાર હતા જેઓ તેમની ઉંધા ચશ્મા કૉલમ માટે જાણીતા છે. તેણે ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા છે. તેઓ ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ હતું.

1 / 5
 જણાવી દઈએ કે તારકની પહેલી કોલમ માર્ચ 1971માં ચિત્રલેખામાં આવી હતી. તેમના 80 પુસ્તકો પ્રકાશિત થયા છે.જેમાંથી 3 તેમની કોલમ પર હતા જે ગુજરાતના અખબારમાં આવતા હતા. જ્યારે બાકીની તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાઓમાંથી સંકલિત કરવામાં આવી હતી.

2 / 5
વર્ષ 2008માં, SAB ટીવીએ તારક મહેતાની કોલમ પર આધારિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બનાવ્યો હતો. આ શોમાં અભિનેતા શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવે છે. આ શોએ ટૂંક સમયમાં જ દર્શકોના દિલ જીતી લીધા અને આજે પણ આ શો લોકપ્રિય કોમેડી શો  પૈકી એક છે.

3 / 5
જણાવી દઈએ કે તારક જાનુભાઈ મહેતાને વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2011માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

4 / 5
વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાતના ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે,  તેમના મૃત્યુ પછી પરિવારે તેમના શરીરને મેડિકલ રિસર્ચ માટે દાન કર્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">