TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ
સાર્વજનિક ગણેશોત્સવ દરમિયાન ગોકુલધામ સોસાયટી (Gokuldham Society)માં આયોજિત સમારોહમાં હંમેશા બાપાની સામે કેટલાક ખાસ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.


સોની સબ ટીવીની સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીમાં ગણેશજીનું સ્વાગત ખુબજ શાનદાર અને ભવ્ય રીતે કરવામાં આવ્યું છે.

તમામ ગોકુલધામવાસીઓના ચહેરા પર ખુશી ચમકી રહી છે. ગણેશોત્સવના આ શુભ તહેવાર પર, ગોકુલધામના લોકો દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરીને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્વરૂપ ધારણ કરીને આઝાદીની ઐતિહાસિક અને રોમાંચક ક્ષણોને યાદ કરવા જઈ રહ્યા છે.

ગોકુલધામના તમામ રહેવાસીઓએ જુદા જુદા સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા ભજવીને નાયકોને યાદ કરવાનું નક્કી કર્યું છે.

સ્વતંત્રતા સેનાનીઓ તેમની બહાદુરી અને હિંમતથી કેવી રીતે દેશની આઝાદી માટે લડ્યા તેની એક નાની ઝલક ગોકુલધામના લોકો બતાવવાનો પ્રયત્ન કરશે.

હવે તે જાણવું ખૂબ જ રોમાંચક બનશે કે હવે કોન કોની ભૂમિકા ભજવશે.

ગોકુલધામ સોસાયટીના આ ખાસ અને અનોખા ગણેશોત્સવની ઉજવણીને લઈને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

































































