Swiggy IPO Listing Date: આખરે રોકાણકારોની રાહનો અંત ! સ્વિગીના IPOની વિગતો જાહેર, આ તારીખે થશે લિસ્ટિંગ

 વૈશ્વિક સ્ટાર્ટઅપ ડેટા પ્લેટફોર્મ ટ્રૅક્સન મુજબ, સ્વિગીનું વર્તમાન મૂલ્યાંકન US $ 13 બિલિયન સુધી પહોંચી ગયું છે. કંપનીની વાર્ષિક આવક US $1.09 બિલિયનની નજીક છે, જે દર્શાવે છે કે ફૂડ ડિલિવરીના ક્ષેત્રમાં સ્વિગીની સ્થિતિ ઘણી મજબૂત છે. ચાલો હવે સમજીએ કે કંપનીનો IPO ક્યારે લોન્ચ થઈ રહ્યો છે?

| Updated on: Nov 02, 2024 | 11:30 PM
ફૂડ ડિલિવરી ક્ષેત્રની ટોચની કંપની, સ્વિગીની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) આ મહિને રોકાણકારો માટે ખુલવા જઈ રહી છે. રોકાણકારો લાંબા સમયથી સ્વિગીના આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે ભારતીય બજાર નિયામક સેબી તરફથી મંજૂરી મળ્યા બાદ, કંપનીએ તેના આઈપીઓની તારીખ અને પ્રાઇસ બેન્ડ વિશેની માહિતી શેર કરી છે.

1 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Swiggy નો IPO 6 નવેમ્બર 2024 ના રોજ ખુલશે અને 8 નવેમ્બર 2024 ના રોજ બંધ થશે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 371 થી રૂ. 390 વચ્ચે નક્કી કરવામાં આવી છે. જોકે, સ્વિગીએ હજુ સુધી આ માહિતીની સત્તાવાર પુષ્ટિ કરી નથી. સ્વિગી IPO દ્વારા રૂ. 11,300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાં રૂ. 4,500 કરોડનો તાજો ઇશ્યુ અને રૂ. 6,800 કરોડની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.

2 / 6
સ્વિગીએ ગોપનીય પ્રી-ફાઈલિંગ રૂટનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યા હતા અને હવે આઈપીઓ દસ્તાવેજો પરથી એ પણ સ્પષ્ટ છે કે કંપની ફંડનો ઉપયોગ ક્યાં કરશે. સ્વિગી તેની પેટાકંપની સ્કૂટીનું દેવું ચૂકવવા માટે આ IPOમાંથી એકત્ર કરાયેલી રકમનો મોટો હિસ્સો રોકાણ કરશે. આ સિવાય તે સ્કૂટીના ડાર્ક સ્ટોર નેટવર્કના વિસ્તરણ અને કંપનીની ટેક્નોલોજી અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કરશે.

3 / 6
IPOની રકમમાંથી રૂ. 586.20 કરોડ ટેકનોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચવામાં આવશે, જ્યારે રૂ. 929.50 કરોડ બ્રાન્ડ માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશન માટે ફાળવવામાં આવ્યા છે. આ રકમનો ઉપયોગ કંપનીને ભારતીય બજારમાં તેની પકડ મજબૂત કરવામાં અને તેની સ્પર્ધાત્મક ધાર જાળવી રાખવામાં મદદ કરશે.

4 / 6
ગ્લોબલ સ્ટાર્ટઅપ ડેટા પ્લેટફોર્મ Traxon અનુસાર, Swiggy નું વર્તમાન વેલ્યુએશન US $13 બિલિયન સુધી પહોંચી ગયું છે. કંપનીની વાર્ષિક આવક US $1.09 બિલિયનની નજીક છે, જે દર્શાવે છે કે ફૂડ ડિલિવરીના ક્ષેત્રમાં સ્વિગીની સ્થિતિ ઘણી મજબૂત છે. IPO ની આવક સ્વિગીને તેની વૃદ્ધિ યોજનાઓમાં, ખાસ કરીને ડાર્ક સ્ટોર્સના વિસ્તરણમાં અને તેના દેવાના બોજને ઘટાડવામાં મદદ કરશે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

6 / 6
Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત

g clip-path="url(#clip0_868_265)">