Surat Richest People : સુરતના 8 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો દરેકના નામ
સુરતને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે અને એ કહેવાય તો ખોટું નથી. અહીં અનેક હસ્તીઓ રહે છે જેમણે દેશ અને વિદેશમાં પોતાની ઓળખ બનાવી છે. ખાસ કરીને બિઝનેસ ક્ષેત્રના અનેક અગ્રણીઓ સુરતમાં વસે છે.

અશ્વિન દેસાઈએ 2013માં સુરત સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉત્પાદક એથર ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી અને તેમની અંદાજિત સંપત્તિ 10,700 કરોડ રૂપિયા છે.

ડૉ. ફારુક જી. પટેલ ભારતના પ્રખ્યાત ઉદ્યોગસાહસિકો અને સ્વપ્નદ્રષ્ટા કોર્પોરેટ નેતાઓમાંના એક છે અને તેમણે 1994માં લોજિસ્ટિક્સ અને રહેણાંક મકાનના બાંધકામના નાના વ્યવસાયથી શરૂઆત કરીને KP ગ્રુપ હેઠળ 35 કંપનીઓનું નિર્માણ કર્યું છે. તેમની અંદાજિત સંપત્તિ 9,700 કરોડ રૂપિયા છે.

નીરજ ચોક્સી અને શ્રી જીગ્નેશ દેસાઈ એ પ્રથમ પેઢીના સાહસિકો છે જેમણે 1994માં 'NJ' ગ્રુપની સ્થાપના કરી હતી અને ઘરમાંથી નમ્ર શરૂઆત કરીને અનેક વ્યવસાયોમાં સફળતાપૂર્વક ગ્રુપને વિકસાવ્યું છે. નીરજ ચોક્સીની અંદાજિત સંપત્તિ 9,600 કરોડ રૂપિયા છે.

બાબુ લાખાણી, KIRAN GEMSના ડિરેક્ટર છે અને આ ગ્રુપ નેચરલ પોલિશ્ડ ડાયમંડ્સના ઉત્પાદનમાં વિશ્વનું સૌથી મોટું નામ છે. તેમની અંદાજિત સંપત્તિ 7,400 કરોડ રૂપિયા છે.

ગોવિંદ ધોળકિયા, જેને સૌકોઈ પ્રેમથી "કાકા" તરીકે ઓળખે છે, તે ઉદારતા અને દયાનું પ્રતિક છે અને તેમણે 1964માં સુરતમાં પોતાની સફર શરૂ કરી હતી. તેમની અંદાજિત સંપત્તિ 6,100 કરોડ રૂપિયા છે.

જયંતીલાલ જરીવાલા, Colourtex ગ્રુપના માલિક છે અને તેમની કંપનીએ ટેક્સટાઇલ અને ચામડા ઉદ્યોગમાં 50 વર્ષથી સેવા આપી છે. તેમની અંદાજિત સંપત્તિ 5,300 કરોડ રૂપિયા છે.

સવજીભાઈ ધોળકિયા, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે. હીરા ઉદ્યોગમાં નીચલા સ્તરથી તેઓ વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન પામ્યા છે. તેમની અંદાજિત સંપત્તિ 3,700 કરોડ રૂપિયા છે.

લાલજીભાઈ પટેલ, ધર્મનંદન ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન છે અને તેઓ ચાર દાયકાથી વધુ સમયથી હીરા ઉદ્યોગમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની અંદાજિત સંપત્તિ 3,600 કરોડ રૂપિયા છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)
અમદાવાદના સૌથી અમીર 5 વ્યક્તિ, જાણો કોણ છે ટોચ પર, નામ જાણવા અહીં ક્લિક કરો..
