AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતીઓને લોચો, ઘારી, ખાજા બાદ હવે આઈસ્ક્રીમના ભજીયા અને આઈસ્ક્રીમની પાણીપુરીનો લાગ્યો ચસ્કો, જુઓ Photos

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડોક્ટર્સ પાર્ક નજીકની એક દુકાનમાં ગરમા ગરમ અને ઠંડક આપે એવા આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરી ખાવા માટે લોકોની ભીડ થાય છે.

Sanjay Chandel
| Edited By: | Updated on: May 25, 2023 | 7:46 PM
Share

સુરતના લોકો ખાણીપીણીના શોખીન છે અને નવી વસ્તુઓ આવતાની સાથે જે તેઓ આકર્ષિત થઈ જાય છે, ત્યારે કાળઝાળ ગરમીમાં લોકો આઈશડીશ કે આઈસ્ક્રીમને બદલે આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરી તરફ આકર્ષિત થઈ રહ્યા છે. જહાંગીરપુરા વિસ્તારમાં આ આઈસ્ક્રીમ પાણીપુરી અને આઈસ્ક્રીમ ભજીયા ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

1 / 5
સામાન્ય રીતે કાળઝાળ ગરમીમાં લોકો માત્ર ઠંડા પીણા પીવા માટે કે આઈસ્ક્રીમ અને આઈસ ડીશ ખાવાનું વધારે પસંદ કરે છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડોક્ટર્સ પાર્ક નજીકની એક દુકાનમાં ગરમા ગરમ અને ઠંડક આપે એવા આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરી ખાવા માટે લોકોની ભીડ થાય છે.

2 / 5
સુરતી લોચો, ઘારી, ખાજા જેવો ટેસ્ટ બીજે ક્યાંય પણ મળે એમ નથી અને બારેમાસ ભજીયાના શોખીન સુરતીઓ અવનવી વાનગીના ભજીયાઓ આરોગતા હોય છે, ત્યારે સુરતની આવી વેરાયટીઓમાં વધુ એક નામ ઉમેરાયું છે અને એ નામ આઈસ્ક્રીમ ભજીયાનું છે. બહારથી ગરમ અને અંદરથી ઠંડા એવા ભજીયાની લુફ્ત ઉઠાવવા માટે કુંજલ ભટ્ટ નામનો યુવા આઈસ્ક્રીમના ભજીયા અને આઈસ્ક્રીમની પાણીપુરી બનાવે છે.

3 / 5
 કુંજલ ભટ્ટ કમ્પ્યુટર એપ્લિકેશનની માસ્ટર ડિગ્રી કર્યા બાદ હૈદરાબાદની એક ઈન્ટરનેશનલ કંપનીમાં સિનિયર આઈટીની પોસ્ટ પર નોકરી કરી રહ્યા હતા. પરંતુ આંખની તકલીફને કારણે તેમણે સર્જરી કરાવવી પડી હતી અને તેને પરિણામે નોકરી છોડવી પડી હતી. ખાણીપીણીનો શોખ ધરાવતા કુંજલે સુરતીઓને કંઈક નવું આપવા માટે આ બંને વાનગીઓ તૈયાર કરી છે. આ અંગે કુંજલ ભટ્ટે જણાવ્યું હતું કે અમે ઘણી બધી નોવેલ્ટી વાનગીઓ બનાવીએ છીએ જેમ કે આઈસક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ પાણીપુરી, ઈલેક્ટ્રીક શોક આઈસ્ક્રીમ પાણીપુરી છે.

4 / 5
ગરમીની સિઝનમાં બમણી સંખ્યામાં લોકો મન મૂકીને ખાઈ રહ્યા છે. હું આઈ ટી ફિલ્ડમાં હતો, પરંતુ મેડિકલ કન્ડિશનને કારણે મારી ફિલ્ડ છોડવી પડી હતી. મને પહેલેથી જ ખાવાનો અને ખવડાવવાનો શોખ છે. જેથી હું આવી નવી નવી આઈટમ બનાવું છું. આઈસ્ક્રીમ ભજીયાની ખાસિયત એ કે છે કે તે તેલમાં તળાતું હોવા છતાં પીગળી જતું નથી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">