Ahmedabad: ભારતની ધરતી પર પગ મુકતા જ ભાવવિભોર થયા વિદ્યાર્થીઓ, ગુજરાતના 44 વિદ્યાર્થીના ચહેરા પર જોવા મળી ખુશી
યુક્રેન (Ukraine)માં ફસાયેલા 219 નાગરિકો હેમખેમ પરત ફર્યા છે. જેમાં 44 ગુજરાતીઓ (Gujarati) પણ સામેલ છે. યુક્રેન પર રશિયાના હુમલાના પગલે યુક્રેનમાં સ્થિતિ વધુ વણસી હતી જેને લઈને ભારતીય નાગરિકોને પરત લાવવાનું અભિયાન તેજ બનાવ્યું.


યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના સફળ પ્રયાસોથી રેસ્કયુ ફલાઇટ મારફતે સહી સલામત રીતે મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ 44 યુવા વિદ્યાર્થીઓ ને ગુજરાત સરકાર ના માર્ગ વાહન વ્યવહાર નિગમ જી.એસ આર ટી.સી ની બે વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યા.

ભારત સરકારના નિયમ મુજબ એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ કરાઈ હતી. તેમના વેક્સિનના ડોઝ અને આરટી-પીસીઆર રિપોર્ટની તપાસ કરવામાં કરવામાં આવી હતી.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે. ત્યારે પરત ફરેલા આ યુવાઓને ગુજરાત સરકાર ના અધિકારીઓ એ એરપોર્ટ પર આવકાર્યા હતા.

ગુજરાત પરત ફરેલા વિદ્યાર્થીઓએ યુક્રેનની સ્થિતિને પણ વર્ણવી હતી. સાથે જ તેઓ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈને ભારત સુધી પહોંચ્યા તે અંગે પણ માહિતી આપી હતી.

પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો.






































































