AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો સાવધાન ! મોર્ગન સ્ટેનલીએ આપ્યું ‘અંડરવેટ’ રેટિંગ, જાણો કેટલો ઘટી શકે છે ‘શેર’

બેંકિંગ સેક્ટરના શેરમાં રોકાણ કરનારાઓ માટે એક નવી અપડેટ સામે આવી છે. એક જાણીતી ગ્લોબલ બ્રોકરેજ ફર્મે આ બેંકના શેરના દેખાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ફર્મનું માનવું છે કે, હાલના ભાવની સરખામણીએ આ શેરની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે.

| Updated on: Apr 06, 2026 | 7:59 PM
Share
પંજાબ નેશનલ બેંક (PNB) ના રોકાણકારો માટે વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી તરફથી સાવચેત રહેવાના સમાચાર આવ્યા છે. બ્રોકરેજે PNB ના શેર પર પોતાનું 'અંડરવેટ' (Underweight) રેટિંગ જાળવી રાખ્યું છે અને શેરની ટાર્ગેટ પ્રાઈસ 100 રૂપિયા નક્કી કરી છે. મોર્ગન સ્ટેનલીનું આ વલણ એવા સમયે આવ્યું છે, જ્યારે બેંકિંગ સેક્ટરના શેરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આજે બેંકનો શેર વધીને 106.55 રૂપિયા ના ભાવે બંધ થયો હતો.

1 / 5
મોર્ગન સ્ટેનલી માને છે કે, PNB નો શેર આગામી સમયમાં તેના સેક્ટરની અન્ય કંપનીઓ અથવા બેન્ચમાર્ક ઇન્ડેક્સ (જેમ કે નિફ્ટી બેંક) ની સરખામણીમાં નબળો દેખાવ કરી શકે છે. PNB નો શેર આજે BSE પર વધીને 106.55 રૂપિયાના સ્તરે બંધ થયો છે. મોર્ગન સ્ટેનલી દ્વારા આપવામાં આવેલ 100 રૂપિયાનો ટાર્ગેટ વર્તમાન બજાર ભાવ કરતા ઓછો છે. જો કે, આ ઘટાડો બહુ મોટો જણાતો નથી પરંતુ 'અંડરવેટ' રેટિંગ સૂચવે છે કે, સ્ટોકમાં ઉપર જવાની શક્યતા ઓછી છે અને નીચે પડવાનું જોખમ વધુ છે.

2 / 5
મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ, છેલ્લા એક વર્ષમાં PNB ના શેરમાં સારી રિકવરી જોવા મળી છે. બ્રોકરેજ માને છે કે, હવે આ શેર તેની વાસ્તવિક વેલ્યુની નજીક અથવા તેનાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે વધુ ખરીદીની શક્યતા ઓછી થઈ ગઈ છે. બીજું કે, જાહેર ક્ષેત્રની બેંકો માટે 'નેટ ઇન્ટરેસ્ટ માર્જિન' જાળવી રાખવું એક પડકાર બની રહ્યું છે. વધતા વ્યાજ દરોના સમયમાં ડિપોઝિટ ખર્ચ વધવાથી બેંકના નફા પર દબાણ આવી શકે છે.

3 / 5
આ સિવાય આગામી ત્રિમાસિક ગાળામાં લોનની માંગમાં સંભવિત સુસ્તી પણ એક મોટું કારણ હોઈ શકે છે, જેનાથી બેંકની આવક પ્રભાવિત થવાનો ડર છે. PNB નો શેર આજે BSE પર વધીને 106.55 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરનું લઘુત્તમ સ્તર 89.45 રૂપિયા રહ્યું છે, જ્યારે મહત્તમ સ્તર 135.15 રૂપિયા રહ્યું છે. આ ભાવે કંપનીની માર્કેટ કેપ 1,22,457.31 કરોડ રૂપિયા છે.

4 / 5
PNB ના શેરે એક વર્ષ દરમિયાન 10.31 ટકા રિટર્ન આપ્યું છે. તે જ સમયે, છેલ્લા 3 વર્ષમાં આ રિટર્ન 125.74 ટકા રહ્યું છે. આ ઉપરાંત, કંપનીનું 5 વર્ષનું રિટર્ન 187.20 ટકા રહ્યું છે. PNB સતત સારું ડિવિડન્ડ આપી રહી છે. બેંકે 6 જૂન 2025 ના રોજ શેર દીઠ 2.90 રૂપિયા નું ડિવિડન્ડ આપ્યું હતું. તેમજ 21 જૂન 2024 ના રોજ શેર દીઠ 1.50 રૂપિયા અને તે પહેલા 23 જૂન 2023 ના રોજ શેર દીઠ 65 પૈસાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Breaking News: સામાન્ય માણસથી લઈને વેપારીઓ સુધી… બધાની ઊંઘ ઊડી ! સરકારના એક નિર્ણયથી સોનાની કિંમતોમાં મોટા ઉલટફેરના એંધાણ

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી

રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

g clip-path="url(#clip0_868_265)">