Tata Motors Dividend : ટાટા મોટર્સે વર્ષ 2025 માટે જાહેર કર્યું 300 % ડિવિડન્ડ, જાણો ફાઇનલ ડેટ
ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની Tata Motors તેના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તેની રેકોર્ડ ડેટ અને ચુકવણી તારીખ જાણો, સાથે જ બ્રોકરેજ દ્વારા ટાટા મોટર્સ માટે કઈ લક્ષ્ય કિંમત આપવામાં આવી છે તે પણ જાણો.

Tata Motors Limited (TML) એ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ ઇક્વિટી શેર ₹6 (₹2 ફેસ વેલ્યુ) ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ કુલ 300 % ના દરે પ્રસ્તાવિત છે અને કંપનીની 80મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

કંપનીની 80 મી વાર્ષિક સામાન્ય સભા (AGM) 20 જૂન 2025 ના રોજ યોજાશે. જો AGM માં મંજૂરી મળશે, તો 24 જૂન 2025 સુધીમાં પાત્ર શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.

તાજેતરના વર્ષોમાં Tata Motors એ તેના ડિવિડન્ડ પેટર્નને મજબૂત બનાવ્યું છે. નાણાકીય વર્ષ 24 માં, કંપનીએ ₹3 નું અંતિમ ડિવિડન્ડ અને ₹3 નું વિશેષ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. અગાઉ, ₹2 નું ડિવિડન્ડ પણ વહેંચવામાં આવ્યું હતું.

ટાટા મોટર્સના શેરધારકોએ કંપનીના ડિમર્જર પ્રસ્તાવને ભારે બહુમતીથી મંજૂરી આપી છે. આ અંતર્ગત, કંપનીને બે સ્વતંત્ર લિસ્ટેડ એન્ટિટીમાં વિભાજિત કરવામાં આવશે - એક કોમર્શિયલ વ્હીકલ્સ (CV) અને બીજી પેસેન્જર વ્હીકલ્સ (PV).

Composite Scheme of Arrangement, શેરધારકોને ટાટા મોટર્સના દરેક 1 શેર માટે 1 TMLCV (₹2 ફેસ વેલ્યુ) શેર મળશે. મતદાનમાં કુલ 2.73 અબજ મત પડ્યા હતા, જેમાંથી 99.9995% દરખાસ્તના પક્ષમાં હતા.

માર્ચ ક્વાર્ટર (Q4 FY25) માં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો ₹8,556 કરોડ રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹17,528 કરોડ હતો તેનાથી 51.2% ઓછો છે.

કુલ આવકમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. તે ₹119,502 કરોડ રહ્યો, જે ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં ₹119,033 કરોડ હતો.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

































































