AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન શરુ થતા પહેલા લોકોમાં આક્રોશ,મકાન ખાલી કરવા સમયમર્યાદા વધારવાની માગ

Breaking News: રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન શરુ થતા પહેલા લોકોમાં આક્રોશ,મકાન ખાલી કરવા સમયમર્યાદા વધારવાની માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2026 | 1:36 PM
Share

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારથી મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાર્યવાહી પહેલા જ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ, PGVCL અને RMCના અધિકારીઓ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા અને દબાણગ્રસ્ત મકાનો ખાલી કરવા લોકોને અપીલ કરી રહ્યા છે.

હાલમાં આ વિસ્તારમાં તંગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનેક રહેવાસીઓ અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને સમયમર્યાદા વધારવાની માગ કરી રહ્યા છે. કેટલાક લોકો રડતા રડતા બે દિવસ નહીં પરંતુ એક મહિનાનો સમય આપવા વિનંતી કરી રહ્યા છે.

700થી 800 અધિકારી અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા

બીજી તરફ અધિકારીઓનો દાવો છે કે લોકો સ્વૈચ્છાએ મકાન ખાલી કરી રહ્યા છે અને જરૂર પડ્યે ટ્રેક્ટર તથા શ્રમિકોની મદદ પણ આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર 700થી 800 અધિકારી અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને 7 સેક્ટરમાં વહેંચીને કામગીરી સોંપવામાં આવી છે.

અધિકારીઓ આવતીકાલે કન્ટ્રોલ રૂમમાં બેસીને કામગીરી પર નજર રાખશે. ડિમોલિશનની પ્રક્રિયા આજથી જ શરૂ થઈ ગઈ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

Breaking News : રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન, 100થી વધુ દબાણો દૂર થશે

g clip-path="url(#clip0_868_265)">