AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાવનગરમાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો, સીતારામ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ, જુઓ Video

Breaking News : ભાવનગરમાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો, સીતારામ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2026 | 12:49 PM
Share

ભાવનગર શહેરમાં આજે વધુ એક અગ્નિકાંડની ઘટના સામે આવી હતી, જોકે સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. શહેરની સીતારામ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ભાવનગર શહેરમાં આજે વધુ એક અગ્નિકાંડની ઘટના સામે આવી હતી, જોકે સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. શહેરની સીતારામ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસર આગ કાબૂમાં આવી જતા મોટી જાનહાની ટળી હોવાનું જાણવા મળ્યું છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. પ્રાથમિક અંદાજ મુજબ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે અધિકૃત તપાસ બાદ જ કારણ સ્પષ્ટ થશે. આગના કારણે હોસ્પિટલમાં ભારે માલમસાલાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

ગુજરાતના દરેક જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">