NSDL IPO આવતા અઠવાડિયે લોન્ચ થશે ? આવ્યું નવું અપડેટ
NSDL IPO ના બુક રનિંગ લીડ મેનેજર્સ ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, HSBC હોલ્ડિંગ્સ Plc, IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.

NSDL IPO: ભારતની નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) તેનો IPO લાવવા જઈ રહી છે. આ માટે, તે આગામી અઠવાડિયાથી રોકાણકારો પાસેથી ઓર્ડર લેવાનું શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

NSDL તેના પબ્લિક ઇશ્યૂમાંથી $500 મિલિયન સુધી એકત્ર કરી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. NSDL IPOમાં ફક્ત ઓફર ફોર સેલ (OFS) હશે. OFSમાં, IDBI બેંક લિમિટેડ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે NSE અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણા મોટા રોકાણકારો શેર વેચાણ માટે મૂકશે.

IPOમાં કોઈ નવા શેર જાહેર કરવામાં નહીં આવે તેથી NSDL કોઈ આવક મેળવશે નહીં. OFS માં શેરના વેચાણમાંથી થતી આવક શેરના વેચાણકર્તાઓને જશે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે NSDL IPOની વિગતો હજુ અંતિમ નથી. ચર્ચાઓ ચાલુ છે, અને ઇશ્યૂનું કદ અને સમય બદલાઈ શકે છે.

NSDL ની શરૂઆત 1996 માં થઈ હતી. તે સંપત્તિની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ડિપોઝિટરી છે. તેની વેબસાઇટ અનુસાર, NSDL 4 કરોડથી વધુ રોકાણકારોના ખાતાઓ માટે 51.1 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની સિક્યોરિટીઝના કસ્ટોડિયન તરીકે કાર્ય કરે છે.

NSDL IPO ના બુક રનિંગ લીડ મેનેજર્સ ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, HSBC હોલ્ડિંગ્સ Plc, IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
