Stock Market : ગુરુવારનો ‘ગુરુ’ કોણ ? આ ચાર સ્ટોક્સ 14 ઓગસ્ટના રોજ ચર્ચામાં રહેશે, તમારી પાસે આમાંથી કઈ કંપનીના શેર્સ છે?
ગુરુવારે બજાર ખુલશે ત્યારે રોકાણકારોની નજર આ ચાર કંપનીના શેર પર રહેશે. જણાવી દઈએ કે, આમાંથી એક શેર સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીનો છે, જેણે બુધવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા.

બુધવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. બુધવારે સવારે સેન્સેક્સ 80,492 ના સ્તરે ખુલ્યો અને તે 0.38 ટકાના વધારા સાથે 80,539 ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટી 50 પણ બુધવારે 24,586 ના સ્તરે ખુલ્યો અને તે 0.54 ટકાના વધારા સાથે 24,619 ના સ્તરે બંધ થયો.

આવી સ્થિતિમાં, ગુરુવારે બજાર ખુલશે ત્યારે રોકાણકારોની નજર શેરબજારમાં રહેલી આ ચાર કંપનીના શેર પર રહેશે. આ કંપનીઓએ ગુરુવારે તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે.

ગુરુવારે રોકાણકારોની નજર સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની BPCL ના શેર પર રહેશે. કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ કહ્યું કે, તેનો ચોખ્ખો નફો 22.8 ટકા વધીને 6,124 કરોડ રૂપિયા થયો છે; જ્યારે એક વર્ષ પહેલા તે 4,988 કરોડ રૂપિયા જેટલો હતો. કંપનીની આવક પણ 1.2 ટકા વધીને 1.13 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જણાવી દઈએ કે, કંપનીની આવક એક વર્ષ પહેલા 1.11 લાખ કરોડ રૂપિયા હતી.

વધુમાં રોકાણકારો NBFC સેક્ટરની કંપની મુથૂટ ફાઇનાન્સના શેર પર નજર રાખશે. આનું કારણ એ છે કે, કંપનીએ બુધવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. NBFC કંપનીએ અહેવાલ આપ્યો છે કે, તેની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 43 ટકા વધીને 3,933 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે એક વર્ષ પહેલા તે 2,754 કરોડ રૂપિયા હતી. કંપનીનો ચોખ્ખો નફો 73.2% વધીને 2,016 કરોડ રૂપિયા થયો છે, જ્યારે એક વર્ષ પહેલા તે 1,164 કરોડ રૂપિયા હતો.

વિશાલ મેગા માર્ટનો શેર ગુરુવારે ચર્ચાનો વિષય બની શકે છે. આનું કારણ એ છે કે, કંપનીએ બુધવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેનો ચોખ્ખો નફો 37 ટકા વધીને 206 કરોડ રૂપિયા થયો છે, જ્યારે એક વર્ષ પહેલાં તે 150.10 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 21 ટકા વધીને 3140 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે એક વર્ષ પહેલાં તે 2596 કરોડ રૂપિયા હતી.

ગુરુવારે રોકાણકારો રેલવે સેક્ટરની સરકારી કંપની આઈઆરસીટીસીના શેર પર નજર રાખશે. તેનું કારણ એ છે કે, બુધવારે બજાર બંધ થયા પછી કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. આમાં કંપનીએ કહ્યું હતું કે, તેનો ચોખ્ખો નફો 7 ટકા વધીને 330 કરોડ રૂપિયા થયો છે, જ્યારે એક વર્ષ પહેલાં તે 307 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક પણ 3.8 ટકા વધીને 1159 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે એક વર્ષ પહેલાં તે 117 કરોડ રૂપિયા હતી.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
