AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: 11 ટ્રિલિયન ડોલરનો આંચકો! શેરબજાર રોકાણકારો માટે જાળ બની ગયું

તાજેતરના ઉછાળા બાદ પણ શેરબજાર 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શક્યું નથી. હવે આને કારણે ગ્રાહકો ખર્ચ કરવાને બદલે બચત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

| Updated on: Aug 17, 2025 | 7:04 PM
Share
મીડિયા રિપોર્ટસ અનુસાર, બજારના સ્ટ્રક્ચરમાં ગડબડ છે. 35 વર્ષ પહેલાં શરૂ થયેલ શેરબજારનો હેતુ સરકારી કંપનીઓને રસ્તા, પોર્ટ્સ અને કારખાનાઓ બનાવવામાં મદદ કરવા માટે સ્થાનિક બચતનો ઉપયોગ કરવાનો હતો.

1 / 10
આમાં, રોકાણકારોને રિટર્ન આપવા પર બહુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે સપ્લાય અને લિસ્ટિંગ થવાનું વલણ વધ્યું છે, જે 11 ટ્રિલિયન ડોલરના બજાર પર દબાણ લાવી રહ્યું છે.

2 / 10
જણાવી દઈએ કે, ચીનનું માર્કેટ લથડી ગયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 5% આર્થિક વૃદ્ધિનું લક્ષ્ય હાંસલ કરવા માટે સ્થાનિક વપરાશમાં વધારો કરવા પર ભાર મૂકી રહ્યા છે. ખાસ કરીને ત્યારે, જ્યારે અમેરિકા સાથેનું વેપાર અસંતુલન ટેરિફ યુદ્ધને વધુ તીવ્ર બનાવી રહ્યું છે.

3 / 10
ચાઇના યુનિવર્સિટી ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ લોના પ્રોફેસર લિયુ ઝીપેંગે જણાવ્યું કે, "ચીનનું કેપિટલ માર્કેટ ફાઇનાન્સર્સ માટે સ્વર્ગ અને રોકાણકારો માટે નરક રહ્યું છે. નવા સિક્યોરિટીઝ ચીફે કેટલાક સુધારા કર્યા છે પરંતુ નિયમનકારો અને એક્સચેન્જો હંમેશા ફાઇનાન્સિંગ બાજુ તરફ ઝુકાવ રાખે છે."

4 / 10
આ વર્ષે CSI 300 ઇન્ડેક્સમાં 7% કરતા ઓછો ગ્રોથ થયો છે. અમેરિકા અને યુરોપના બજારોની તુલના કરતા આ ગ્રોથ ઘણી ઓછી છે. નબળા પ્રદર્શન અને અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિને કારણે ચીનનો બચત દર 35% સુધી પહોંચી ગયો છે. એસેટ મેનેજમેન્ટમાં કામ કરતા ચેન લોંગે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે, તાજેતરના તેજીનો પીછો કરતા મોટાભાગના લોકો નુકસાન સહન કરે છે. તેમણે કહ્યું કે, "સરકારી કંપનીઓ શેરધારકોને નહીં પરંતુ સરકારને જવાબદાર હોય છે. ઘણી ખાનગી કંપનીઓના પ્રમોટરો નાના રોકાણકારોની ચિંતા કરતા નથી."

5 / 10
છેલ્લા એક વર્ષથી ચીની સરકાર સંપત્તિ ઉત્પન્ન કરવાના માર્ગ તરીકે શેરબજારનો ઉપયોગ કરવાના મહત્વને સમજી રહી છે. પ્રોપર્ટી માર્કેટમાં મંદી અને સામાજિક સુરક્ષાના અભાવે અસુરક્ષા વધી છે. ડિસેમ્બરમાં કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોએ "હાઉસિંગ અને શેરબજારને સ્થિર કરવાનું" વચન આપ્યું હતું.

6 / 10
લોટસ એસેટ મેનેજમેન્ટના મુખ્ય રોકાણ અધિકારી હાઓ હોંગે કહ્યું કે, ઘરેલું વિશ્વાસ વધારવાનો એકમાત્ર રસ્તો શેરબજારમાં તેજી છે પરંતુ બજારની સમસ્યાઓ દાયકાઓ જૂની છે. ચાઇના ચીફ ઇકોનોમિસ્ટ ફોરમના અધ્યક્ષ લિયાન પિંગે કહ્યું કે, "આ એક્સચેન્જો સરકારની ફંડિંગની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રેરિત છે પરંતુ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ઓછી પ્રેરણા ધરાવે છે."

7 / 10
વર્ષ 2022 માં ચીન વિશ્વનું સૌથી મોટું IPO બજાર હતું પરંતુ શેરધારકો માટે અપૂરતી સુરક્ષા અને IPO છેતરપિંડીની દેખરેખને કારણે શેરના ભાવમાં ઘટાડો થયો તેમજ ઘણી કંપનીઓને ડિલિસ્ટ કરવામાં આવી.

8 / 10
ઉદાહરણ તરીકે, વર્ષ 2019 માં લિસ્ટેડ થયેલી બેઇજિંગ ઝુઓજિયાંગ ટેકનોલોજીએ વર્ષ 2023 માં દાવો કર્યો હતો કે, તેની પ્રોડક્ટ Nvidia જેવી જ છે પરંતુ ડિસ્ક્લોઝર ઉલ્લંઘનની તપાસ બાદ વર્ષ 2024 માં શેનઝેન એક્સચેન્જમાંથી તેને ડિલિસ્ટ કરવામાં આવ્યું.

9 / 10
તાજેતરના વર્ષોમાં ખરાબ ક્વોલિટીના IPO અને નાણાકીય છેતરપિંડી પર કડક કાર્યવાહીમાં વધારો થયો છે. લિસ્ટેડ કંપનીઓ વધારાના શેર જારી કરવાનો અને મુખ્ય શેરધારકોનું વેચાણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 2024 માં, શાંઘાઈ અને શેનઝેનમાં કંપનીઓએ 2.4 ટ્રિલિયન યુઆન ($334 બિલિયન) નું રોકડ ડિવિડન્ડ ચૂકવ્યું, જે પાછલા વર્ષ કરતા 9% વધારે છે.

10 / 10

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">